બહું જ ઝઘડ્યાં, બહું જ રઘડ્યાં, બાકીની જિંદગી સારી રીતે ચાલો જીવી લઈએ,

જિંદગીભર તને એમ લાગ્યું કે હું સાચી છું, જ્યારે મને એમ લાગ્યું કે હું સાચો છું, એકબીજાં ને ખોટાં પાડવાંની લાહ્ય માં અડધી જિંદગી પુરી કરી, બાકીની જિંદગી ચાલો સારી રીતે જીવી લઈએ.

પ્લસ પોઈન્ટ અને માઈનસ પોઈન્ટ તો દરેક માં હોય છે, ચાલ હું તારાં પ્લસ પોઈન્ટ જોઉં અને તું મારાં પ્લસ પોઈન્ટ જોઈ ને બાકીની જિંદગી ચાલો સારી રીતે જીવી લઈએ.

ચાલશે, ભાવશે ને ફાવશેની નીતિ અખત્યાર કરી મન વગર અડધી જિંદગી પૂરી કરી, ચાલ હવે હું કહું મારે આ જોઈશે અને તું કહે મારે આ જોઈશે અને બંન્ને જણ એકબીજાંની ઈચ્છાં પુરી કરી બાકીની જિંદગી ચાલો સારી રીતે જીવી લઈએ.


જીતેન્દ્ર શાહ” સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment