ઇતિહાસમાં માનવી થકી ઉદ્ભવેલ ઘટનાઓનું આજે ઇતિહાસ પ્રેરણાસ્ત્રોત બનીને પોકારી પોકારી ને કહે છે કે જીવનમાં કોઈપણ પ્રકારનાં માધ્યમથી પ્રાપ્ત કરેલું સુખ…. જેમ કે માસ્ટર માઈન્ડ ગેમથી છીનવીને લીધેલું અથવા શ્રમ કરીને મેળવેલુ ધન દોલત જાયદાદ થી માનવી શારીરિક માનસિક અને ભૌતિક સુખ કાયમી ભોગવી શકતો નથી. અને અંતે બધું વિલય છે. આજનો માનવી બધું જાણવા છતાં આજે પણ એજ તૃષ્ણા માં ડુબેલો છે.!! અને એજ અહંકારમાં સદાય વિચરતો રહે છે.

આજનાં માનવીનું વ્યક્તિત્વ વિકાસ એટલો અગ્રીમ છે કે‌ તે સ્માર્ટફોન થી પણ આગળ છે.તે પોતાની વિશાળ બુદ્ધિની પ્રતિભાથી લોકોની આગળ ‘હું’ નેં સાબિત કરવામાં આજે એટલો અવ્વલ છે કે તે ક્રિમિનલ ગુનાહો આચરવામાં પણ પાછળ નથી. અને બહુરૂપી નો રોલ આ મોર્ડન પ્લાસ્ટિક સર્જરીના દુનિયામાં અદા કરી બિન્દાસ ફરતો હોય છે. અને એનાં સાગરીતો છુપાવવામાં એને છૂટથી મદદ કરતાં હોય છે. તે તેનાં રાષ્ટ્રમાં હોય કે વિદેશમાં હોય. આવી વ્યક્તિ એક પ્રકારની ટેરર જ ગણાય એમ મારું માનવું છે.

માનવી આજે બેહદનો કામી (વિષય વાંસના) અને પૈસાનો દીવાનો બની ગયો છે કે  ભૌતિક સુખ સુવિધાઓ વાળો જીવન જીવવા કાજે વિશ્વનાં ખૂણે ખૂણે સ્થાવર મિલકત એકઠી કરવામાં પાછળ નથી. ધન કુબેર આસામી બનવામાં તે યોદ્ધા સિકંદર ના કૃત્યને ને શરમાવે એવો છે આજ નો માનવી……… સિકંદર વિશ્વ ઉપર રાજ કરવા માંગતો હતો અને આજનો માનવી વિશ્વમાં ધન કુબેર માં નંબર વન બનવા માંગે છે. ફક્ત સિકંદરમાં અને આજના માનવીમાં આટલું તફાવત છે. આજનો માનવી માનવીને જ પડદા પાછળ લૂંટી રહ્યો છે.

સિકંદર તો રાજ્યો પર પોતાનું સામ્રાજ્ય જમાવતો હતો. પરંતુ આજનો માનવી પોતાનાં માસ્ટર માઈન્ડ ગેમથી બેંકોને લૂંટી બહુરૂપિયો બની ગયો છે. આની પાછળ બેંક અધિકારીઓની મિલીભગતથી અને પોલિટિશન વ્યક્તિનાં સાથ સહકાર ને નકારી ન શકાય.આવા પ્રકારનાં સુખનાં સપનાં પાછળ આજનો માનવી હોમાઈ ગયો છે. અને પછી અંતે કહે છે. આ સુખ અર્થહીન છે. 

અને અમુક માનવી આધ્યાત્મિક જ્ઞાન ના પ્રકાશ થી આધ્યાત્મ તરફ દોરાય પ્રભુચરણ સ્વીકારી પ્રભુ ચરણમાં સમર્પિત જ સર્વ સુખનો અનુભવ કરે છે. સમાજમાં આવા ઘણાં કુબેરપતિ અનુયાયીઓ ધર્મને અંગીકાર કરી અમર થઈ ગયા છે. આજે પણ આવા દ્રષ્ટાંત યથાવત છે.

આવા ઘણા દ્રષ્ટાંત આપણે ઇતિહાસમાં વાંચી ગયા છીએ રત્નાકરથી બન્યા મહર્ષિ વાલ્મિકી જે પોતાનાં પરિવારની પાલના માટે લૂંટ ફાંટ કરતાં હતાં. એક દિવસ નિર્જન વનમાં નારદજીને રત્નાકર લૂંટવાનાનો પ્રયાસ કર્યો. પરંતુ નારદજીની પ્રેરણાએ એમનું જીવન બદલી નાખ્યો. અને તે રત્નાકરમાંથી મહર્ષિ વાલ્મિકી ઋષિ બન્યા.તેઓ બ્રહ્મ જ્ઞાની પુરુષ કહેવડાયા અને  તેઓએ રામાયણ યોગવાસિષ્ટ લખી નાખ્યું.પરંતુ આજ કળિયુગ નો માનવી કાયદાની કલમથી પણ બીતો નથી. ગુનાહો ઉપર ગુનાહો આચારતો ફરે છે. સમય જ એને સુધારી શકે છે.

અને એક બીજી તરફ આજનો માનવી ભ્રમ માં રચ્યો પચ્યો રહીં ભ્રમણ કરી રહેલ છે. આજે મનુષ્ય મનુષ્ય પર અરાજકતા ઉપદ્રવ સર્જવામાં કાંઈ બાકી રાખતો નથી. તે ભલે કૃત્ય સામાજિક  હોય આર્થિક હોય કે તે રંગ ભેદ હોય કે તે ભાષા ભેદ હોય કે તે જાતિવાદ હોય …… પણ માનવી માનવી ઉપર ઉપદ્રવી બની માનવીને કષ્ટ આપી પ્રહાર કરી લોકોને લૂંટી જ રહેલ છે. અને આ અનાદિથી ડ્રામા સ્વરૂપે ચાલતું આવ્યું છે.

એક દ્રષ્ટાંતરૂપે કહી જણાવું તો સિકંદર ગ્રીસ થી ભારત સુધીની વિજય કુચ આદરી હતી. પશ્ચિમ જગત માટે એલેક્ઝેન્ડર મેસોડોનિયનના નામથી જાણીતો હતો.તે એક કુશળ અને યશસ્વી સેનાપતિ માનવામાં આવતો હતો. સિકંદર બાળપણથી ઘણો તેજસ્વી અને પ્રતિભાશાળી હતો. તે એક તત્વજ્ઞાની પણ હતો.સિકંદર જેવાં મહાન યોદ્ધાએ વિશ્વને જીતવાના સપનાં સેવ્યાં હતા. અને એ ક્ષેત્રમાં એને નિપુણતા મેળવી હતી.. વિશ્વનાં ઘણાં રાષ્ટ્રપર એને એનાં શાસનકાળમાં વિજય મેળવી હતી. 32 વર્ષની ઉંમરે યુવાનીમાં મેલેરિયા કે ઇન્ફેક્શન થી એનું મૃત્યુ થયેલ. એમ કહેવાય છે. અને મૃત્યુ વેળાએ બધું સામ્રાજ્ય મૂકી ખાલી હાથ ગયો. સિકંદર નું મૃત્યુ  અને એની જીવનની ગાથા આજ લોકો માટે પ્રેરણાસ્રોત છે. અંતે બધું વિલય છે તે સાબિત કરી કહેતો ગયો.

આજે આપણે સિકંદર જેવાં બુદ્ધિશાળી  તત્વજ્ઞાની નાં લક્ષણો બીજા સ્વરૂપમાં લોકોમાં જોઈ રહ્યાં છીએ. બધું વિલય હોવાં છતાં આજનો માનવી માનવીને છેતરવામાં પૈસા પડાવવામાં બહુરૂપી બની બીજા પ્રદેશમાં ભાગી જવામા નંબર વન છે. આજનો માનવી લોકોને લાલચ આપી ચેનલ બનાવી ચાલ ચલવામાં પાછળ નથી. પૈસો અને કામેચ્છા માણસને આજે આંધળો બનાવી નાખ્યો છે. આજે માનવી ગુણાકાર ભાગાકાર માં રાત દિવસ રચ્યો પચ્યો રહે છે કે સંપત્તિ કઈ રીતે ભેગી કરી પૈસા કઈ રીતે ક્યાં ઇન્વેસ્ટ કરાય અને ઘરમાં છુપાવું. સંપત્તિ ભેગી કરવામાં આજે માનવી બિલકુલ પાછળ નથી. પાપાચાર દુરાચાર  વલણ અપનાવીને પણ તે બેસુમાર હાલતમાં જીવી રહ્યોં છે.

ફક્ત કૃત્ય માં ફરક એટલો જ છે કે સિકંદર વિશ્વ પર રાજ કરવા માંગતો હતો અને આજનો માનવી માનવંતા ભૂલી પોતાનાં રાષ્ટ્ર નાં જ બાંધવો ને લૂંટી એક પગ વિદેશમાં અને બીજો પગ એનો ભારતમાં છે.

સિકંદર વિશ્વ ઉપર રાજ ન કરી શક્યો અને ખાલી હાથ મ્રુત્યુ પામી ને ગયો અને લૂંટારો રત્નાકર એક નારદજીના પ્રેરણાથી પોતાના માં પરીવર્તન લાવી ઋષિ વાલ્મિકી બની રામાયણ અને યોગવાસિષ્ટ રચી નાખી હતી.
પરંતુ આજના ધુતારા……..!!!???
મનુષ્ય માંથી માનવ બનવાનું વિચારે એ જ અભ્યર્થના છે.નહી તો પરીવર્તન લાવવાનો કાર્ય છેવટે ભગવાન ને જ કરવું પડશે.જે સફાઈ સાયન્સ ના કરે તે સફાઈ ભગવાન સેકન્ડમાં કરી બતાવે છે. અસ્તુ 


ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’ (ઉદયપુર)
mobile number 9913484546 
utsav.writer@gmail.com

Leave a comment