અને આખરે હું છૂટી ગઈ
એનાં હાથમાંથી
રેતી સરી જાય છે ને
જેમ હથેળીમાંથી
બરાબર એમ જ
સરી ગયો પ્રેમ
વધી ગઈ ઘૂંટન
શ્વાસ અકળાવા લાગ્યો
સાથ ખૂંચવા લાગ્યો
અને હું હોવા છતાં ન હોવા બરાબર રહી ગઈ
હું એકમાં માનનારી
એ અનેકમાં રહેનારો
હું અનેક્માં ના ભળી શકી
એ એક પર ના અટકી શક્યો
અને ધીમે ધીમે પ્રેમ સરી ગયો.
રેશ્મા પટેલ “રેશમ”
Leave a comment