હું પ્રકાશ વેરતો તારો નથી બની શક્યો પણ કાદળ ઘેરું અંધારું બનવા નો પ્રયત્ન કદી કર્યો નથી,
અંધકારને ઝીલીને જરુર હોય ત્યાં પ્રકાશ મેં વેર્યો છે,
જીવ્યો ત્યાં સુધી માના હાથની ભાખરી ખાધી છે,
મર્યાં સુધી માની ચાકરી કરી છે,
દુઃખની રજઈ ઓઢીને કુટુંબ માટે કાયમ સુખની ચાદર મેં બિછાવી છે,
ખાનગીમાં તકલીફો નાં આંસુ પી ને જાહેરમાં હાસ્યની છોળો પીરસી છે,
ભલે મને મળ્યો હોય કુટુંબમાં આવકાર મોળો, મેં તો કાયમ મારો ખોળો ધર્યો છે.
કુટુંબની જરુરિયાતો પુરી કરીને મેં મારા શોખને રોક્યા છે,
સભ્યો કુટુંબનાં વિચારોથી આડા જાય તો જરુર પડે મેં સારી ભાષામાં ટોક્યા છે,
જીતેન્દ્ર શાહ”સુકાન્ત”(અમદાવાદ)
Leave a comment