મનમા વેદનાઓ મળે કે ના મળે ફરિયાદો રહી જાય છે,
માનવીના મનમા એક અંધકાર રહી જાય છે.

આંખ મારી નિરંતર તારી યાદમા નમ થઈ જાય છે,
અશ્રુ મારા ભીતર ને ભીતર મા રહી જાય છે.

તારી યાદમાં મહેફિલમા  મૌન રહી જાય છે,
નીરખું તને જોયા વગર મારી દ્રષ્ટિ મા તું રહી જાય છે.

વિરહ વાદળોમા હૈયુ રુદન કરી જાય છે,
મિલનની પુકારમાં પણ મુસ્કાન રહી જાય છે.

હૃદયના બોલ ક્યારેક મૌનમા ફેરવાઈ જાય છે,
હૈયા કેરા હારમા તું એક કોહીનુર બની જાય છે.

તારા શબ્દોની લાગણી મારા હૈયામા કેદ થઈ જાય છે.

Leave a comment