નદીની જેમ સારાં બનીને મેં જોયું છે,
દરિયાની જે ખારાં બનીને પણ મેં જોયું છે,
જિંદગી માં મેં મારાં બનીને જોયું છે,
કદીક મેં તારાં બનીને પણ જોયું છે,
તને આકર્ષવા રુપાળા બનીને પણ મેં જોયું છે,
તારાથી દૂર રહેવા કાળા બનીને પણ મેં જોયું છે,
ભોળાની સાથે ભોળા બનીને જોયું છે
ચતુર સાથે મેં કપટી બનીને પણ જોયું છે,
સૂરજને ઢાંકવા વાદળ બનીને જોયું છે
આંખને મારકણી બનાવવાં કાજળ બનીને પણ મેં જોયું છે,
સંબંધોનાં ઝાડ-પાન માં પાણી નાંખીને પણ મેં જોયું છે,
પછી એ સંબંધ નું પાણી ચાખી ને પણ મેં જોયું છે,
જેવી જેની જરુરિયાત છે,તેવાં બની ને પણ જોયું છે,ને ન જરુરિયાત હોય તો મૌન રહી ને પણ મેં જોયું છે.
Leave a comment