“ભૂલો”ની “માફી” ક્યારેય નથી હોતી. પછી ભલેને એ આપણા પોતાનાથી પણ કેમ ના થઈ હોય. કેહવુ ખુબ સેહલું છે કે “માફી આપનાર માફી માંગનાર કરતા મોટો ગણાય” પણ આવી વાતો ખાલી બોલવા માટે સારી લાગે, બાકી તો જેના પર વીત્યું હોય એને જ ખબર હોય છે કે પોતાના જીવનમાં આવેલી આવી વ્યક્તિ એને કેટકેટલું નુકશાન પહોંચાડીને નીકળી ગઈ હોય છે. ક્યાંક કોઈનું દિલ તૂટે છે, તો ક્યાંક હિમ્મત, તો ક્યાંક પરિવાર. અને આ બધાની અસર ફક્ત એને જ થાય છે, જેણે સહન કર્યું હોય. ભૂલ કરનાર વ્યક્તિ ફક્ત માફી માંગી લે એટલે બધું ફરી પાછું હતું એવુંને એવું જ નથી થઈ જતું. અને કદાચ કોઈ વ્યક્તિ માફી આપી પણ દે, છતાં એ જીવનભર ક્યારેય તમારી કરેલી ભૂલને ભૂલી નહીં શકે. કારણકે એ વ્યક્તિના વિશ્વાસની સાથે સાથે બીજુ ઘણુ બધું ભાંગીને ભુક્કો થઈ ગયું હોય છે. એના જીવનમાં આપણે શ્રી કૃષ્ણ નથી કે નવ્વાણું ગાળો કે ભૂલ સહન કરી લઈએ. જીવન ધબકતું અને રસપૂર્ણ રાખવું હોય તો માફી એને આપો જેની એક ભૂલ થઈ હોય બાકી ભૂલોની *પરંપરા* આચરનારને ક્યારેય નહીં…


સુચીતા રાવલ ‘સુચી’

Leave a comment