માફી કોને આપવી અને શા માટે આપવી
માફી કોને આપવી અને કોને ન આપવી એ જનજાળમાં પડવું જ નથી. આપણે કોઈને સજા કરનાર કોણ..? માફી આપનારાં કોણ..? આપણું શું બગાડ્યું છે..,? શું કોઈ આપણાં ઉપર અસ્ત્ર શસ્ત્રનું વાર થયેલ છે..? કે આપણે સામેથી એનાં ઉપર વાર કરીએ..? તો શા માટે આપણો કિંમતી સમય બગાડીએ..!! ગંદકીથી દૂર થઈ જવું ઉત્તમ છે.લાગણીના સંબંધો હંમેશા દર્દ પહોંચાડે છે. ગુનો માણસ એકવાર આચરે કે વારંવાર આચરે એને કાંઈ ફેર પડતું નથી. આપણે એની સાથે શું કામ ખેંચાઈએ. ખેંચાઈએ ત્યારે એ ખેંચે…… સાંભળીએ ત્યારે સંભળાવે. મૂળ નબળાઈ આપણી જ છે. રાઈ નું પર્વત બનાવીએ છીએ .આવી વ્યક્તિને નજર અંદાજ કરી દેવું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એનાં વિકલ્પનું આપણે સાધન ન બનીએ. આપણે એનાં માટે સાધન બનીશું ત્યારે તો આપણો ઉપયોગ કરશે. અને આપણી સાથે તે ગુનો આચરશે. અને તમને દુઃખ પહોંચાડશે. કે, જે દુઃખથી તમને ખેંચ આવી આડસર થાય છે.
આશક્તિ જ દુઃખનું મૂળ કારણ છે. ચાલ હાથીની ચાલો કૂતરાઓ તો ભસ્તા રહેશે. આ છે મૂળ માણસની વિડંબણા, એક માથાનો દુખાવો તો સહન થતો નથી. તો કોઈની કડવાશ ક્યાંથી સહન થાશે. કોઈ વ્યક્તિ આજે આવો ધરતી ઉપર નહીં હોય કે મને ક મને ખુદને અને બીજાને દુઃખ પહોંચાડતો હોય. માણસ આજે એકબીજાનાં સ્વાર્થમાં મતલબમાં ઈર્ષામાં બદલો લેવાની ભાવનાથી દુઃખ પહોંચાડે જ છે.
આવાં કર્મ સૂક્ષ્મ હોઈ આપણને ખબર પડતી નથી. કોઈની નિંદા અને બદનામી કરવી એ પણ કષ્ટ પહોંચાડવા બરાબર છે. ભલે તે આત્માને ખબર ન પડતી હોય પણ વેવ્સ કામ કરતાં હોય છે.(એટલે આપણા વિચાર નાં પ્રવાહ) તેને આધ્યાત્મિક શબ્દમાં ઓરા કહેવામાં આવે છે. આ એક આધ્યાત્મિક સાયન્સ છે. અને અંગ્રેજી ભાષામાં ટેલીપેથી કહેવામાં આવે છે. માણસ થકીત એનાં માંથી ઉદભવેલા વિચાર જનેગેટિવ અને પોઝિટિવ પણ હોઈ શકે છે. અને એ જ નેગેટીવ પોઝિટિવ મોકલેલા મનના સંકલ્પથી વિચાર જ સારા નરસા પરિણામ અપાવે છે. તે પરિણામ સ્વરૂપે માણસ માણસ માટે પ્રેમી બને કાતો દુશ્મન બને છે.
આપણે દાંપત્ય જીવનનાં ફેરા ફર્યા છીએ .બાળકો જાણ્યાં છે, સમાજમાં સ્ટેટસ બનાવવા માંગીએ છીએ. આટલી બધી માયાજાળમાં ફસવા માંગતા હોઈએ તો સહન તો કરવું જ પડશે. તમે કોઈને માફી આપો કે નાં આપો એ સામેવાળાને કાંઈ પણ ફેર પડતું નથી. એ તો એનાં કર્મ કરવાં માટે આઝાદ છે. માફી આપવા કરતાં વ્યક્તિથી દૂર થઈ જવું યોગ્ય છે. સંબંધનો પૂર્ણ વિરામ મૂકી દેવું. કાતો સહન કરતાં શીખવું પડશે. એની સાથે કામ સિવાય વાદવિવાદમાં ઉતરવું નહીં. આવી વ્યક્તિને નજીક આવા દેવાનું મોકો આપવો નહીં.
આ સંસાર તો એક કાંટા ની વાળ છે. આ કાંટાના વાળને ઓળંગી આગળ ધપવું પડશે. પોતાનાં રુખને બદલવું પડશે. નહીં તો માફી લેનાર તમને ગડી જશે. જેને હડકવાનો રોગ થયેલ છે. એ વ્યક્તિ ને એનાં મૃત્યુથી જ એને શાંતિ મળશે. આવી વ્યક્તિ ક્યારેય સુધરતાં નથી. આપણે તો આપણું પ્રારબ્ધ કર્મ સ્વીકારી લેવું યોગ્ય છે. આદિ અનાદિ થી બધું ચાલતું આવ્યું છે. જે આપણે સ્વીકારવું પડશે. અલગ અલગ આત્માને અલગ અલગ પાઠ મળેલ જ છે.
ભક્ત ક્યારે દુશ્મનને માફી નાં આપી શકે. એના દિલમાં સામેવાળા માટે કડવાસ રહેશે. પરંતુ આત્મજ્ઞાની આત્મા જો આધ્યાત્મિકતા ને અનુસરતો હશે તો ઈશ્વરનાં પૈગામને સ્વીકારી તે કોઈનો વેરી ક્યારે ન બની શકે. તે બધું ઈશ્વર ઉપર છોડી દે છે .હે ઈશ્વર તુ એ આત્માનું કલ્યાણ કર અને એને સદબુદ્ધિ આપ. આમ પ્રાર્થના કરી તે સામેવાળા માટે દુઆ પાઠવે છે. આમ વેરી ટૂંક સમયમાં પ્રેમી બની જાય છે. દ્રષ્ટાંત છે જેવું આપીશું એવું સામેથી આવશે.
માફી આપવી એટલે એ યાદ ન રહે એ જ માફી કહેવાય. અને બકરી ની જેમ, મેં માફી આપી, મેં માફી આપી, મેં માફી આપી… કહીં આખા ગામને સંભળાવવા નું નો હોય. માફી આપવી એટલે સામેવાળાએ પહોંચાડેલ સઘળું દુઃખને સહજતાથી પચાવી પાડવું. જેમ કે તમારે અને એની સાથે કોઈ ઘટનાં ઘટી જ નથી. મન મસ્તિકસ માંથી તે ઘટનાં બિલકુલ નીકળી જવી જોઈએ. બદલા ની ભાવના બિલકુલ હોવી ન જોઈએ. ‘બદલીને બતાવો એ જ મહાનતા છે.’ વ્યક્તિને જોઈને પણ યાદ ન આવવું જોઈએ. સામાજિક કૌટુંબિક મૈત્રી સ્નેહ વ્યક્તિગત એક બંધારણ છે અને આવા બંધારણમાં ઘટનાઓનું ઘટક અવિરત ચાલુ રહે છે .અને એનો અંત નથી. અને આ માનવી નું સ્વાભિમાન મૂડ એનું સ્ટેટસ છે. આજનો માણસ ભણ્યો છે પણ ગણ્યો નથી અને ગણ્યો છે તો બિલકુલ સમજ નથી. અને સમજ ન હોવાનાં કારણે આજે સમાજ વિખરાયેલો છે. કુટુંબ વિખરાયેલો છે. અંતરાલ ખૂબ છે. જનરેશન ગેપ છે. ધર્મની અનેક ધજાઓ માં વિખરાયેલ છે. એકતામાં આજે સામૂહિકતા નથી. બધાં બગીચામાં એકલાં અને ઘરમાં પણ એકલાં બેઠાં છે. કોઈ કોઈથી કામ સિવાય બોલતું નથી. જાણે એકબીજાને ઓળખતાં નાં હોય. એવું તો એકબીજા સાથે વર્તન કરતાં હોય છે.
કોને સજા કરવી ,કોને કોને માફ કરવું, કોની સાથે નહીં બોલવું અને કોની સાથે બોલવું.કોણ સાચો છે. અને કોણ ખોટો છે. શું સાબિતી છે. ‘સાચાં ખોટાની.’ આજે આખાં વિશ્વમાં ક્રિમિનલ ગુનાઓ માફી આપવાથી કે સજા આપવાથી કેટલાં સુધર્યા છે એનો આંકડો કહીં બતાવો….??
માફી આપવા માં બોલીને બગાડવું કરતાં બહિષ્કાર અને મૌન શ્રેષ્ઠ માર્ગ છે. સંબંધ લોહી નાં હોય કે મિત્ર નાં હોય કે સ્નેહી નાં હોય. સુખની ચાવી એક જ છે કે એ માહોલમાંથી ખસી જાઓ જ્યાં તમને દુઃખનું અનુભવ થતું હોય. સંબંધમાં તિરાડ પડતી હોય. આવાં પ્રકારની વ્યક્તિનું ઈશ્વર પણ હાથ છોડી દે છે. તો શું તમે સાથ નથી છોડી શકવાનાં. નહીં છોડો તો એક દિવસ તો છોડવાનું છે .જે શાશ્વત છે.
‘વૃદ્ધાશ્રમ આજે સમાજમાં દ્રષ્ટાંત છે. તેઓ પોતાનાં જ દીકરી દીકરા જમાઈ જેવાં લોકોથી માર ખાઈ ગાળો ખાઈ માનસિક ત્રાસ ભોગવી આજે પોતાનો અંતિમ પડાવ વૃદ્ધાશ્રમમાં પસાર કરી રહ્યા છે.’….!!!!???? કોઈ મા બાપે પોલીસ કેસ કરેલ નથી.!!?? એ વિચાર માંગી લે છે..!?
જિંદગી જીવી જાણવું હોય તો પ્રકૃતિથી પ્રેરણા લો તો જીવન જીવવાનું સરળ બનશે સુખદ બનશે અને આરામદાયક બનશે. અને મૃત્યુ પણ સહસતાથી આવશે.
ડો. કનૈયાલાલ માલી (ઉદયપુર)
Mobile number 99134 84546
Email:- utsav.writer@gmail.com
Leave a comment