ઘાટ ઘડતા કંકરોને તોડવાથી શું થશે?
આજ બનતા શંકરોને ટોકવાથી શું થશે?
ધાડ કરતા પાડજે તું ત્રાડ તો આજે અહીં,
ભારભૂમિનો હટાવી શોધવાથી શું થશે?
આજ મારા એ ગુનાઓ દંડવાના છે અહીં,
હાર તો મારી થવાની રોકવાથી શું થશે?
વાત નંદી એ જણાવી જાણવાની છે મજા,
નાગની ફેણો ફણાવી ફેણવાથી શું થશે?
આગમાં તો એ બળે ભડકે અહીં માતા હવે,
રાખને ભેગી કરી પણ ફેંદવાથી શું થશે ?
પલ્લવી જોષી ‘સરિતા’
Leave a comment