ક્રોધનું શમન કરીએ મૃત્યુનો સ્મરણ માણસને અહંકારમાંથી મુક્તિ અપાવી સહનશક્તિ તરફ વાળી તેમજ હું કોણ છું ની ઓળખ કરાવવામાં મદદ રૂપ બને છે. કારણ આજે માણસની મોટામાં મોટી વિડંબણા ક્રોધ છે. જે અહંકાર માંથી ઉદભવે છે. અહંકારનું શિકાર સામેવાળી વ્યક્તિ જ બનતી હોય છે. જે કારણ સામેવાળા વ્યક્તિને મસ્તિષ્કમાં આઘાત પહોંચે છે. ક્રોધ ના કારણ આજે પરિવારમાં સામૂહિકતા ખંડીત ગઈ છે. આનંદ અને ખુશીનો ખજાનો લુંટાઈ ગયો છે. આજે ક્રોધ અને આક્રોશ વ્યક્તિમાં અલગ અલગ સ્વરૂપે પ્રગટ કરતાં જોવામાં આવે છે. વ્યક્તિમાં રહેલ લાગણી અને દુઃખને વ્યક્તિ અલગ અલગ શબ્દોમાં વિરોધ કરી દર્શાવતો હોય છે. કોઈ વ્યક્તિ રડીને અને કોઈ વ્યક્તિ રોષમાં આવી વિરોધ કરતા હોય છે. આજે માણસનું જીવન અંદરો અંદર એક દવાનળની જેમ સળગી રહ્યોં છે. આજે સમાજમાં પ્રેમ એકતા ભાઈચારાનો ખૂબજ અભાવ છે. બધાં સંબંધ પૈસાનું અને મતલબનું બની ઉભું રહી ગયું છે. સહનશીલતાની ખૂબ ઉણપ હોવાથી હૃદયનાં તાર હૃદય થી જોડાતાં નથી.આશક્તિના કારણ આજે માણસ મોહ માયા કામ ક્રોધ અહંકાર નો શિકાર થઈ ગયો છે.અને ક્રોધ માણસની મૂળ નબળાઈ સાબિત કરી બતાવે છે.ક્રોધ માણસનો દુશ્મન છે. એનાં થકી આજે માણસ બદનામી મેળવી લોકોથી દૂર ફેકાઈ ગયો છે.અને સાથો સાથ શારીરિક માનસિક પણ હેરાન થઈ રહ્યોં છે. આથી સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય છે. તે સમાજમાં પરિવારમાં મિત્ર વર્તુળમાં એની ગણના માત્ર એક પ્રશ્નાર્થ સૂચક ચિન્હ બની જાય છે. માણસની કોઈપણ ખરાબ આદતો જ્યારે સ્વભાવમાં પરિવર્તન થાય છે ત્યારે એના મનમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. અને તે નકારાત્મક ઉર્જા થી તે બળતો જોવામાં આવે છે. અને સંવાદ સરળ ચિત્ત થી થાય તો બંને પક્ષોમાં સમાધાન શ્રેષ્ઠ અભિગમ બને છે. અને આવાં પ્રકારનાં શ્રેષ્ઠ અભિગમથી ખુશી પ્રાપ્ત થાય છે અને ક્રોધનું શમન થાય છે. હું ક્રોધી છું વ્યક્તિને જ્ઞાન આવતાં ક્રોધનું શમન જો વ્યક્તિ કરવાં ઈચ્છે તો આધ્યાત્મિક મેડીટેશન થી સંપૂર્ણપણે ક્રોધ ઉપર જીત મેળવી શકે છે. જે સત્ય છે. બાહ્ય મુખી આક્રોશ એક સામેવાળા માટે સંકેત છે. તે ક્રોધ ના કહેવાય. અને અંતર્મુખી ક્રોધ થી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. અંતર્મુખી ક્રોધનું સ્નાન કરાવા માટે આધ્યાત્મિક પથને અપનાવું જીવનમાં જરૂરી છે. આધ્યાત્મિક ઉર્જા એક એવી ઊર્જા છે જે માણસને સદા માટે શીતલ રાખે છે. અને તે વ્યક્તિની શીતલતા એક પ્રતીક બની એનું પ્રારબ્ધ કર્મ બને છે. અને એ પ્રારબ્ધ કર્મ જન્મોજન્મ એને સદા શીતલ (કોલ્ડ-પીસ ) રાખે છે. વ્યક્તિ પોતાનાં વિકાસ કાજે, કાઈ મેળવવાં કાજે, પ્રારબ્ધ કર્મ બનાવવાં કાજે, એડવાન્સ શીતલ નહીં બને ત્યાં સુધી એનાં જીવનમાં અધૂરો છે. શીતલ માણસની પુંજી છે. જો વ્યક્તિ સમજી જાણે તો. શ્રીમદ ભાગવત ગીતામાં પણ ભગવાને કહીં બતાવ્યું છે કે જ્ઞાન એ પ્રકાશ છે. અને ભક્તિ અંધકાર છે. ઝેરોક્ષ ની જેમ... કોપી જેવું છે. અને જ્ઞાન પ્રેક્ટીકલ થીયરી છે. જ્ઞાન અને ધ્યાનથી (યોગ ) વ્યક્તિ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય માંથી દેવતા બને છે.અને ભક્તિથી વ્યક્તિ ભટકી જઈ ભગવાનની મૂર્તિ અને દેવસ્થળ બદલતો રહે છે. જ્ઞાન અને ધ્યાનથી (યોગ) હું કોણ છું. એની ઓળખ ને પામે છે.અને હું કોણ ની ઓળખ થી મનુષ્યમાંથી માનવ બને છે. અને એ માનવ થયાં બાદ લોકો માટે એક મસીહા સાબિત થાય છે. ભગવાનનું સ્મરણ પણ એક શક્તિ છે. એક મંત્ર છે. અને પવિત્રતાનું તે સ્ત્રોત છે. જ્યાં લગી પવિત્રતાનો વસ્ત્ર ધારણ નહીં કરીએ ત્યાં લગી કોઈ પણ શક્તિને શક્તિરૂપે અનુભવ કરવું અશક્ય છે. આધ્યાત્મિક શક્તિ એ કોઈ ચમત્કાર નથી. શાશ્વત છે. સ્વીકારવું ઘટે.... આજે માણસની દ્રષ્ટિ વિકારી હોય ચંચળ મન માયામાં દોરવાઈ જઈ પ્રાપ્તિ કરવામાં નિષ્ફળ જાય છે અને નિષ્ફળતા જ વ્યક્તિ માટે અસહ્ય વેદનાં બને છે. આજે જરૂર છે રાજયોગ ની પ્રજા યોગ ની નહીં. અને રાજયોગ જ્ઞાન થી વ્યક્તિ પ્રજામાં સન્માન મેળવે છે. અહંકાર ક્રોધનો પાયો છે. અને ક્રોધ જ્વાળામુખી પર્વત છે. અને એ જ્વાળામુખી ક્રોધના પર્વતને શાંત રાખવા જીવનમાં આધ્યાત્મિક સંસ્કારનું સિંચન હોવું જરૂરી છે. તે સિવાય ક્રોધ શાંત પડી શકતું નથી. કારણ કે શરીરમાં પાંચ વિકાર ભૂત નો સમાવેશ છે. મોહ માયા કામ ક્રોધ અને અહંકાર.... તો આવો ક્રોધને આધ્યાત્મિકતાના સ્ત્રોતથી સ્નાન કરાવી જીવનશૈલી બદલી ક્રોધનું શમન કરીએ. અને ન કોઈનાં વેરી બનીએ અને ન કોઈને આપણાં બનવા દઈએ, સાથે હળી મળી ઈશ્વરનાં આશીર્વાદ મેળવી આધ્યાત્મિકતા ના સાગરમાં ગોતાખોર થઈ મરજીવા બની જ્ઞાનની ડૂબકી લગાવી ક્રોધનું શમન કરીએ.
सर्वे भवंतु सुखीन
सर्वे संतु निरामया
सर्वे भद्राणि पश्यंतु
मां कश्रचित दुःख भाग् भवेत्।।
અસ્તુ
ડો કનૈયાલાલ માલી ‘ઉત્સવ’ (ઉદયપુર)
મોબાઈલ નંબર:-99134 84546
utsav.writer@gmail.com
ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’ (ઉદયપુર)
મોબાઈલ નંબર:-99134 84546
utsav.writer@gmail.com
Leave a comment