પહેલી મુલાકાત
પિયુના પ્રેમમા રંગ ભરી પહેલી મુલાકાત લાવી,
લીલી છમ લાગણીઓ સાથે વસંત આવી.
પહેલી મુલાકાતની સોગાત યાદ આવી,
સંવેદના ભરી પડી હતી નૈનમા,
તારી મીઠી પહેલી વાત યાદ આવી.
ભીના હૈયામા નિરંતર પ્રેમનો અહેસાસ લાવી,
ટહુકે કોયલ આંબા ડાળે, ભીના હૈયામા સ્પંદન લાવી.
સર સર પવન સાથે સરકતી લટ યાદ આવી,
મારા ઉડતા કેશ સાથે, તારા સ્પર્શની યાદ આવી.
આથમતા સુરજ ચાંદનીની સવાર યાદ આવી,
જ્યારે વિયોગની વેળા આવી ત્યારે
વિરહ સાથે પહેલી મુલાકાત યાદ આવી
જયશ્રી વાઘેલા ( મુંબઈ)
Leave a comment