શિર્ષક. “બંધારણ”
પ્રકાર. ગદ્ય
આપણા દરેકના જીવનમાં એક અનુભતી એવી અદ્ભુત રીતે ઈશ્વર આપે છે કે એનો એહસાસ જીવનભર એક સુખદ અનુભવ થઈ જાય છે અને એ અનુભૂતિ એટલે માતાપિતા બનવાનો એહસાસ .અને એજ આપણને એક નાદાન નાસમજ અને અલ્લડ વ્યક્તિત્વમાંથી પરિપકવ જવાબદાર અને સમજદારી પુર્ણ વ્યક્તિત્વ તરફ લઈ જાય છે. ઈશ્વરે આપેલી એ અદ્ભુત ભેટ કદાચ દુનિયાની કોઈ સંપતિ કરતા પણ વધુ મૂલ્યવાન છે. ત્યારે આપણી એક નવા જીવનની શરૂવાત થાય છે .અને ત્યાર પછીજ આપણે આપણા માતાપિતાને પણ સારી રીતે સમજતા થઈએ છે.અને આ સરસ મજાનું બંધાતું એક એવું બંધારણ છે જ્યાં આપણને બન્ને પેઢી જોડે એક સાથે જીવવાનો આનંદ મળે છે .કઈ નવું શીખવાનું તો કઈ જૂનું સમજવાનું બન્ને એકસાથે ચાલે છે અને આ એહસાસ અને આ અનુભુતિ માટે તો ખુદ ઈશ્વરે પણ આ પૃથ્વી પર જન્મ લીધો છે.
લેખિકા સુચી રાવલ
Leave a comment