યાદની ફરિયાદ
તમારી યાદની હું કયાં જાઉં ફરિયાદ કરવાને,
નથી ઉપયોગી આ એકે અદાલત ન્યાય કરવાને.
વિયોગી ઉરની વસમી ન સમજે વેદના વકીલો,
કલમ કોનો કરે આધાર કાજી કેસ
કરવાને.
મળતી આંખ સામે આંખ વચ્ચેના હતું કોઈ,
બને તૈયાર પણ શી રીતે કોઈ સાખ પૂરવાને.
બની પ્રેમમાં પાગલ કરી પરવા ન દોલતની,
કરું અવ ખર્ચ પણ શનો મુક્દમો પાર કરવાને.
ભલે એ કોઈના દે દાદ કિંતુ ચાન્દની ઝરતી,
હશેને જોડ સારસની હશે નીકળી વિહરવાને.
ટહુકો માનિની મદહર હશે કો કોકિલા કરતી,
થશે ત્યારે અનુકૂળ એ અદાલત ન્યાય કરવાને.
પલ્લવી જોશી. (સરિતા)
Leave a comment