જોઈ એ લોકોનું શૈશવ,
યાદ આવે મને શૈશવ મારું ,
એવો જ પ્રેમ, લાગણી અને લગાવ ,
આપ્યો છે અમે ગળથૂથીમાં સારું.
એમ તો કહેવાતા અમે ચારેય “પિતરાઈ “,
પણ એ શબ્દની વ્યાખ્યા ક્યાં કદી અમને કોઈએ શીખવાડી?
ભાઈ-બહેન જ રહ્યાં અમે તો આખી જિંદગાની .
દાવ આવે મારા પક્ષે ,
તો કકળાટ મારો વધી જતો,
“બહેનનો દાવ ભાઈ અપાવે”-
નિયમ એવો વહી જતો .
અપાવી મારો દાવ ,
એ ઘરે પાછો વળી જતો
કરે બહેન લુચ્ચાઈ,
એવું એ ઘરમાં કહી જતો.
“આપણી બહેનનો દાંવ આપણે અપાવી દેવો” ,
એક નાનકડા વાક્યમાં ,
બાનો જીવતર સાર સમજાવી દેવો.
અને આજે પણ,
એકમેકની ખુશીઓની જ ઈચ્છા રહે હરદમ
ના એકમેકથી સ્વાર્થ ઈચ્છે, કદી અમારું મન .કુટુંબકેરી ભાવનાનો એ જ સાચો રંગ .
કુટુંબકેરી ભાવનાનો એ જ સાચો રંગ.
રેશ્મા પટેલ “રેશમ”
સુરત
Leave a comment