આ છળતી શ્વાસોને તારો સથવારો જોઈએ,
મને દરેક જન્મારે તારો સથવારો જોઈએ..
અટકી જાઉં ભટકી જાઉં ક્યાંક મંજિલેથી,
તારા ને તારા નામનો જ એકતારો જોઈએ..
અબૂધ મતિ કર્મો અકર્મો જાણતી નથી,
મધદરિયે ડૂબી નાવને તારો કિનારો જોઈએ..
તુ સાથ આપીશ? કહી શરમિંદા નહીં કરું!
છલોછલ લાગણીનો છલકાતો દરિયો જોઈએ..
વિશ્વાસ તો છે ક્યાંક દૂર બેસી સાંભળે છે,
દર્શુને સ્વપ્ન ને હકીકતનો સથવારો જોઇએ..
Darshu Radhe Radhe 💕
Meeti..
Leave a comment