તો પણ મને આનંદ છે

મને કોઈ છેતરે એમાં પણ મને આનંદ છે,
મને કોઈ ગાળો દઈ બદનામી અપાવે એમાં પણ મને આનંદ છે.
મને કોઈ બ્રહ્મમાં નાખી બ્રહ્મિત કરે એમાં પણ મને આનંદ છે,
મને મારાં છેતરે એમાં પણ મને આનંદ છે.
મને મારાં યાદ ન કરી મોઢું ફેરવે એમાં પણ મને આનંદ છે.
મને મારાં મશ્કરી કરી કપટ કરી આનંદ લે એમાં પણ મને આનંદ છે,
મને મારાં મારી સાથે દગો કરે એમાં પણ આનંદ છે.
મને મારાં જ તરછોડે એમાં પણ મને આનંદ છે,
મને મારાં મારું આનંદ લે એમાં પણ આનંદ છે.
મને મારાં મારી સાથે જૂઠું બોલે એમાં પણ આનંદ છે.
મને કોઈ કફન ચડાવે કે ન ચડાવે એમાં પણ મને આનંદ છે.
મને કોઈ સન્માન આપે કે નાં આપે એમાં પણ મને આનંદ છે.
હું આવ્યો હતો ખાલી હાથે અને ભરીને લઈ જઈશ તમારાં અવગુણોને,
હું ઘરીશ તમારા અવગુણોને ઈશ્વર આંગળ તમારા આત્માનાં કલ્યાણ કાજે..

ડો કનૈયાલાલ માલી ‘ઉત્સવ’ (ઉદયપુર)
Mobile number 99134 84546
Email: utsav.writer@gmail.com

Leave a comment