સંબંધોનું આકાશ
જો સંબંધ હોય અરસ પરસ સરસ,
તો મળવાં ની લાગે છે તમને કાયમ તરસ.
ઘણાં સંબંધો હોય છે જાણે ડ્રોઈંગરુમ માં રાખેલ કળશ,
જ્યારે ઘણાં સંબંધ હોય છે જાણે રુમ ની તૂટેલી ફરસ.
જુનાં જમાના ના લોકો સાચવતાં હતાં સંબંધ જાણે સોના ની જણસ,
અત્યારે રાખે છે સંબંધ જાણે ખાટી ફણસ.
ઘણાં સંબંધો માં સામે વાળો તકલીફ માં હોય તો સાથે ઊભો રહે છે તે બેધડક,
ઘણાં સંબંધો માં તે જ્યાં ઊભો છે ત્યાંથી બદલે છે રસ્તા ની સડક.
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)
Leave a comment