ચાહત તો ક્યાં કદી
કોઈની યે અધૂરી હોય છે…
છલકાય છે જે ક્ષણે આંખોમાં,
એ જ ક્ષણે બસ પૂરી હોય છે…!!
ના કહેવુ ક્યારેય કે
કદી કોઈકને ચાહ્યા હતા..
મૌનની ક્ષણોમાં જો
ભીતરે એ જ સમાયા હોય છે..!!
શાને કરે વ્યર્થ સાબિત
ભૂલાઈ ગઇ છે એ યાદો હવે…
ભીતરે ઉઠતી વેદનામાં,
એજ તો બસ વ્યાપક હોય છે…!!
ભલે ને રહ્યો સમંદર ખારો
કિનારેથી જ બસ વળતો પાછો..
મીઠી નદીને તોય ચાહત ,
એમા જ તો સમાવાની હોય છે..
ભલેને રાખી ફરતા અમે,
અશ્ક ચૈત્રી ગુલાબની અમે,
ચાહત તો બસ હજીય જાણે
તારા જ શ્વાસની સુગંધની હોય છે…!!
-ચૈતાલી જોશી ‘ચૈત્રી’
અમદાવાદ Mob.9427690148
Leave a comment