ઈશ્વર….
સત્યને પણ કોઈ કંકર નથી મળતો,
મળે જૂઠ પણ કોઈને ઈશ્વર નથી મળતો.
તને શોધું છું બંધ બારણે,
પણ કોઈ માણસ ને માણસ નથી મળતો.
પ્રભુ તું આમ મંદિરને દ્વારે,
તું કેમ કોઈ ગરીબોને નથી મળતો?
શબ્દ અને કલમ હસાવી દે રડાવી દે,
કેમ તું મને કોરા કાગળમાં નથી મળતો.
પથરાઈ જાય પાનખર એ પહેલા,
વસંત બનીને કેમ નથી મળતો.
જય શ્રી વાઘેલા (મુંબઈ)
Leave a comment