જાળવી રાખો તો…..
કાંટાની સોડમાં રહો છો ને તમારાં ગુણ જાળવી રાખો તો તમે ગુલાબ બનો છો,
કાદવની સોડમાં રહો છો ને તમારાં ગુણ જાળવી રાખો તો તમે કમળ બનો છો.
છીપની સોડમાં રહો છો ને તમારાં ગુણ જાળવી રાખો તો તમે મોતી બનો છો.
દિકરાં-દિકરી તરીકે મા-બાપની સોડમાં રહીને તમે તેમની આંખની જ્યોતિ બનો છો.
મા-બાપનાં લોહીનાં ગુણ જાળવી રાખી, સમાજમાં જેઓ સારાં છે તેનાં ગુણ અપનાવી ને ખરાબનાં ગુણ દફનાવી તમે કોહીનુર બનો છો.
તમારી આવકમાંથી જરુરિયાતમંદને સાચવી લઈને તમારાં મા-બાપનાં આંખનું નુર બનો છે.
જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)
Leave a comment