મને નહીં ફાવે

આ રંગ બદલતી દુનિયામાં, રંગીન થવું મને નહીં ફાવે,
વિસરાઈ જશે સઘળું પણ, ખુદને જ વિસરવું નહીં ફાવે.

આ રમત છે તારા મારા ની, નહીં વાત છે સીધાસાદાની,
અવળા બની અંદરખાને, સામે સીધા બનવું મને નહીં ફાવે.

જીવન તો છે અઘરી બાજી, સુખદુઃખની ચાલે આંટીઘૂંટી,
સમયની સાથે જીવવું મારે, કાવાદાવા મને નહીં ફાવે.

મારા પાત્રમાં પાણી રાખું છું, સાચાખોટાનો ભેદ જાણું છું,
મુખોટું પહેરી ચહેરા ઉપર હસવું રડવું મને નહીં ફાવે.

આ રંગ બદલતી દુનિયામાં, રંગીન થવું મને નહીં ફાવે.

તન્વી શુક્લ
નડિયાદ
આભાર 🙏🏻

Leave a comment