આવો આપણે જાણીએ મારાં જીવનપથ આધ્યાત્મિક અનુભવથી – જીવન ને આનંદોત્સવ કેમ કહી શકાય છે… જીવ આત્માઓ માટે – જન્મ અને મૃત્યુ મારાં અનુભવો નાં દ્રષ્ટિએ બંને આનંદોત્સવ સુખની શ્રેણીમાં આવે છે. જે આનંદોત્સવ ભૌતિક સુખની દુનિયા થી અનંત દૂર નથી એ ખુદના જ અંતર મનમાં છુપાયેલ છે ફક્ત શોધવાની કળા શીખવાની છે. અને સ:હ્રદય થી સ્વીકારવાની જરૂર છે.
પરંતુ માનવી નો જન્મ જન્મદાતા નાં પાંચ વિકાર નાં સુમેળ સાથે જીવ આત્મા જન્મ લે છે. અને આધ્યાત્મિક જ્ઞાન ન હોવાનાં કારણે એ પાંચ વિકાર નાં વહેણમાં ગોતા ખાતો હોય છે. અને એ પાંચ પ્રકારનાં વિકાર નાં કાદવ કીચળ માંથી બહાર આવી શકતો નથી.!!
ભક્તિ માર્ગ એક અંધકાર છે અને જ્ઞાનમાર્ગ પ્રકાશથી ભરપૂર છે. અને જ્યારે જીવાત્મા પ્રકાશ માર્ગમાં (આધ્યાત્મ માર્ગ) પ્રવેશ કરે છે ત્યારે તે પરમાત્માને ઓળખી શંભુ શરણ જઈ તે હું કોણ ની ઓળખને પ્રાપ્ત કરે છે. અને હું કોણની ઓળખ પ્રાપ્ત થતા જ તે ઈશ્વર ને શોધવાં જાણવાં માણવા અને અહેસાસ કરવાં તરફ પ્રયાણ કરે છે. અને આ જ પ્રયાણ પ્રયાસ બની જીવનમાં આનંદ ઉત્સવની પ્રાપ્તિ કરી સુખ અને આનંદોત્સવ ની પ્રાપ્તિ કરે છે.
અને જીવનમાં આવી પડેલ સમસ્યાઓ આધી તુફાન ને એક નાટકનો ભાગ સમજી બેસ્ટ હીરો નો રોલ નિભાવી જરા પણ ખચકાયા વગર સામનો કરીને જીવનમાં સફળતાં પ્રાપ્ત કરે છે. અને એ સફળતાં… હું માસ્ટર સર્વ શક્તિમાન છું. સમર્થ આત્મા છું. મારી સાથે જે કાંઈ બનશે તે સારું બનશે એ જ વિચાર, વિચારથી પોતાનાં દુઃખનાં ભવસાગર માંથી તરી જાય છે. એ જ દુઃખનાં પહાડ એનાં માટે સુખ સ્વરૂપ સાબિત થાય છે. કર્મના સિદ્ધાંત મુજબ…..
‘ અંતકાળે તમારાં પોતાનાં પણ સાથી સગાં સાથ છોડી શકે છે તે સ્વીકારવું ઘટે.’ આ જે સમાજમાં ઘરડા ઘર એનો પુરાવો છે. અને દિવસે દિવસે ઘરડા ઘરની પણ વૃદ્ધિ થતી જાય છે.!!?? અને ક્યાંક સેવાનાં નામે બિઝનેસ પણ બની ગયો છે.??
કારણ આ પૃથ્વી પર જે કોઈ વિહાર કરે છે તે સમયે સમયે પોતાનો રોલ નિભાવવાના છે ને નિભાવ છે. તમારે જે તે તમારી અવસ્થામાં સામનો કરવા તૈયાર રહેવું પડશે. જે સત્ય છે.નકારી શકાય નહીં.
તમે જેનાં માટે રાત દિવસ ઉજાગરા કર્યા છે એ જ તમારી સાથે છળકપટ વિશ્વાસઘાત અને દગો કરી શકે છે. એમાં કોઈ નવાઈ નથી. આનું નામ જ કળિયુગ છે.
આ જગત આખું ફિલ્મ સ્ટેજ છે. અને આ સ્ટેજ ઉપર અલગ અલગ એક્ટર પોતાને મળેલ રોલ નિભાવી રહ્યાં છે. કોઈ વિલન છે અને કોઈ રીયલ હીરો છે.
આમાંથી આધ્યાત્મિક જ્ઞાન જ તમને બચાવી શકશો. ભક્તિ માર્ગથી તમે બિલકુલ નહિં બચી શકો. ભક્તિ માર્ગ અંધશ્રદ્ધા અને લાગણીથી ભરપૂર છે.
અને હવે જાણીએ… ઈશ્વરે કોઈ પણ જીવ આત્માઓ ને એવાં આશીર્વાદ આપીને નથી મોકલ્યાં કે જાઓ, – પૃથ્વી ઉપર બધાં દુઃખી થાઓ પીડાવો અને કનિષ્ઠ બનો…
આનંદોત્સવ ખુશીને પામવાં ભૌતિક દુનિયાનાં સંસારમાં રહીને પણ આનંદ ઉત્સવ ખુશી આધ્યાત્મિક પથ પર ચાલીને પ્રાપ્ત કરી શકાય છે. આમાં છોડવાનું કંઈ આવતું નથી. પરંતુ આધ્યાત્મિક દિવ્ય પ્રકાશ એક એવો પ્રકાશ છે કે તમે ભૌતિક અંધકારમાંથી અજવાળામાં આવી કહી શકશો કે – જે ખોવું હતું તે જતું કર્યું અને જે પામવાનું હતું તે મેળવી લીધું અને હવે કંઈ મેળવવાનું રહેતું નથી.
આજ આનંદોત્સવ ની રિયાલિટી છે.
આનંદોત્સવ કાજે આત્માનાં સાત મુખ્ય ગુણ સ્ત્રોતને પણ જાણવું જરૂરી છે. – સુખ શાંતિ પ્રેમ આનંદ જ્ઞાન શક્તિ અને પવિત્રતા…… આજ નિજી ગુણ ની સ્મૃતિ હરપળ હોવું જરૂરી છે. હું એક આત્મા છું. અને આજ જ્ઞાન મનુષ્યને માનવ બનાવી આનંદોત્સવ થી ભરપૂર કરી શક્તિ પૂરે છે. આ સાત ગુણ પરમાત્માનાં છે. જે આપણે ધારણ કરીએ છીએ. આપણે એમનાં વંશીય છીએ. પરમાત્મા ગરીબ નવાજ છે.
પરમાત્મા જ આપણાં સદગુરુ છે. આપણાં પિતા છે. ‘સત્યમ શિવમ્ સુન્દરમ’ જ્ઞાન નાં સાગર છે. પરમપિતા પરમાત્મા નાં ગુણ સ્વીકારી એમનાં શ્રીમત પર ચાલવું જ ભાવસાગર તરી જવું કહેવાય. આપણે એમની સંતાન -તો દુઃખી કેમ થઈએ. એટલે – ‘જીવન આનંદોત્સવ થી ભરપૂર છે.’
ઈશ્વરને યાદ કરવાથી દુઃખનું સરળતા થી નિવારણ થઈ જાય છે કારણકે ઈશ્વર અવિનાશી વૈદ ડોક્ટર અને સર્જન છે. આપણે ઈશ્વરને ભજીએ તે માયા ને ઠીક લાગતું નથી તે આપણાં ભક્તિમાં વિઘ્ન ઉત્પન્ન કરી બાધા જનક બને છે કેમકે આપણે માયાનાં મોટામાં મોટા ગ્રાહક છીએ. એટલે આપણે માયા ને પીછાણી અટલ રહી મક્કમતાથી વિશ્વાસ સાથે ઈશ્વરને મનથી છોડવું ન જોઈએ નહીં તો માયા તમારાં બધાં સુખને છીનવી લેશે.
ઈશ્વર આપણાં મા બાપ ટીચર અને સદગુરુ છે. તેઓ નિરાકાર ‘આત્મા’ પરમપિતા પરમાત્મા છે અને આપણે એમનાં વંશીય ‘આત્મા’ ભાઈ ભાઈ છીએ. આપણે સૌ એમનાં વરસાદર છીએ તો કેમ નહીં આપણે સૌ જીવનનો ભરપૂર આનંદ અને ખુશી મેળવી જીવન આનંદોત્સવ થી ભરપૂર કરીએ અને લોકોને ખુશીને ખજાનો વહેંચીએ. અને લોકોનું પણ જીવન એક મહોત્સવ બની જાય.
રજોગુણી સ્વભાવ વાળા વ્યક્તિ જે જીવનનો આનંદ લઈ શકે છે તે તમોગુણી વાળા વ્યક્તિ નથી લઈ શકતાં. કર્મ અને સંબંધમાં સુખી થવા સ્વાર્થ ન હોવું જરૂરી છે.
હું કોણ..? ની આધ્યાત્મ ઓળખ ન હોવાને કારણે આજે દાંપત્ય જીવન અને યુવાઓનું જીવન વેરવિખેર થઈ ગયું છે. વ્યસન અને સોશિયલ મીડિયા પર રીલ બનાવવામાં વ્યસ્ત છે.
અને આજનાં માનવીને શરીર કામ સુખ અને પૈસાનું સુખ જ એનાં જીવનકાળમાં ખૂબ મહત્વનું સમજી રાત દિવસ એ સુખ પામવાં માટે હરપળ વ્યાકુળ રહે છે. આ કારણ વ્યક્તિ પત્ની અને બાળકોથી દૂર ફેંકાઈ જાય છે. અને ઘર એક આરોપ પ્રત્યારોપ રૂપે યુદ્ધનું મેદાન બની જાય છે. સુખ અને આનંદ છીનવાઈ જાય છે.
અને શરીર કામ સુખ પામવાની ઝંખના અને કાલની ચિંતા નાં ભયમાં ઉપરા ઉપરી ઘડપણમાં પણ લગ્ન સુખ ભોગવા માં રચ્યોપચ્યો રહે છે. આજ આંધળી દોડ આશક્તિ મનુષ્યને માનવ બનવા દેતી નથી. અને આજ નો મનુષ્ય કનિષ્ઠ બની જાય છે. અને સુખથી દૂર ફેકાતો જાય છે. અને જાતે જ દુઃખ વહોરિ લે છે. અને લોકો સમક્ષ આવી પડેલ દુઃખને પોતાનાં લેખની થી ગદ્ય અને પદ્યની રચના સંવાદ દ્વારા પ્રગટ કરતો રહે છે.!! અને સંવાદ કરી લોકો આગળ રોતડા રોતો રહે છે.!!
મનુષ્ય અવતાર એક એવો અવતાર છે તેમાં અપાર સુખનો ભંડાર છે. એ ભંડાર ને જાણવા અંતર મનમાં ઊતરવું પડે પરંતુ આ માનવી, આ જન્મને શરીર કામ સુખ અને ધન ઉપાર્જન માં માનતો થઈ ગયો હોવાથી આજે સુખ ને પીછાણી શકતો નથી અને મોહ માયા કામ સુખમાં કલંકિત થઈ ગયો છે. એક સમયે આવાં પ્રકારનાં આંધળી દોડથી વ્યક્તિ સમાજમાં ઘરમાં એકલો પડી માનસિક તાણ અનુભવે છે.
આ જગત વિશાળ છે આકાશ ગગનમાં આપણે ઉડીને આનંદ લેવાનું છે. આપણે રીલ નથી બનાવી આપણે રીયલ લાઈફ બનાવી, જીવાનું છે. રીયલ લાઈફ છે જીવનનો આનંદોત્સવ… ખુશી ખુશી ખુશી
વર્ષાનું આગમન થાય છે તો પ્રકૃતિ ખીલી ઊઠી ધરતી ઉપર અનાજ પાકે છે અને માણસને સંસ્કાર ન મળવાથી માણસની નસલ બગડે છે.
મા ના ગર્ભમાં જીવ આત્માનું આગમન એટલે આનંદોત્સવ અને આત્માનું ખોખું (શરીર- દેહ)જર્જરિત થઇ જવાથી આત્મા આ દેહનું ત્યાગ કરે છે .
‘એટલે મૃત્યુ આનંદોત્સવ મતલબ- -‘પરિવર્તન સંસારનો નિયમ છે.’
અહીં કહેવાનું ભાવાર્થ એ છે કે આત્મા અજર અમર અને અવિનાશી છે. એનું મૃત્યુ નથી અને આ શરીર એનું પીંજરું છે. એટલે ખોખું છે. એટલે આ ખોખું રોકગ્રસ્ત થઈ જવાનાં કારણે એને બાળી નાખવામાં આવે છે. જેને શબ્દોમાં મૃત્યુ કહેવામાં આવે છે.
એટલે બાળ્યા પછી તે વ્યક્તિનો અસ્તિત્વ શેષ નામથી પણ રહેતું નથી અને સમય અંતરે લોકો તેને ભૂલી જાય છે. પરિવાર કુટુંબમાં રહેતી વ્યક્તિ માટે ભૂલી જવું સ્વાસ્થ્ય માટે સારું છે. મેડિકલ સાયન્સ અને આધ્યાત્મ સાયન્સ કહે છે કે નાં ભૂલવાથી માનસિક રોગગ્રસ્ત થઈ જવાની પૂરેપૂરી શક્યતાં રહેલી છે. જે નકારી નાં શકાય.
જે સુખમય અને શાંતિમય જીવન જીવવા માટે જાણવું સમજવું અને સ્વીકારવું જરૂરી છે.વિશેષ કાંઈ નથી. અધ્યાત્મ ચિંતન મનન મેડીટેશન સુખની ચાવી છે. અને યોગ સ્વાસ્થ્ય સુખની ચાવી છે. જેનું ટૂંકું નામ છે આધ્યાત્મ પથ પર ચાલી એનાં નિયમોનું ફોલો કરવું.
મૃત્યુના વિશે હું કહી જણાવું તો મૃત્યુ શાશ્વત છે. એટલે કોઈ પણ તંદુરસ્ત જીવ આત્મા કાજે તે ચાહીને પણ-હોસ્પિટલ કે ઘરમાં પડેલ આપણા જ સગાં સ્નેહી વધાર સમય સુધી માદગી અવસ્થામાં પડ્યાં પડ્યાં રિબાતા હોય તો આપણે ચાહીને પણ તે વ્યક્તિને સ્વીકારી શકતાં નથી.!!?? અને મૃત્યુ બાદ એનાં શરીરને પણ ઘરમાં રાખી શકતાં નથી.!! અને ભારતીય સંવિધાનની દ્રષ્ટિએ પણ ગુનો છે.
એટલે જ આપણે ભગવાનને પ્રાર્થનાં કરતાં હોઈએ છીએ કે હે પ્રભુ…! આમને સદગતિ આપો. તે પણ સુખી થાય અને અમો પણ આમાંથી બહાર નીકળીએ.
।। સર્વે ભવન્તુ સુખિન ।।
આવા શબ્દો હું અને આપ પણ સાંભળતા અને બોલતાં હોઈએ છીએ. આમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી.જે સાચું છે. આવાં સમયે તે આત્મા માટે આવાં પ્રકારની પ્રાર્થનાં ઈશ્વરને પણ ગમે છે. અને યોગ્ય છે. અને હોવું પણ જોઈએ. આ ભાવના અને પ્રાર્થનાં કરવું કોઈ પાપ નથી. આમાં પણ સુખ સમાયેલ છે.
જે વિધિના વિધાન મુજબ ‘ડ્રામા’ સૃષ્ટિનાં ચક્ર સાથે ફિક્સ હોય છે. અને વિધાતાના વિધાનને કોઈ રોકી શકતું નથી. પ્રકૃતિની ખૂબસૂરતીને અને આ ધરતી ઉપર લોકો સુખ ચેનથી રહી શકે એટલે જ ઈશ્વરની એક આ આબેહૂબ રચના છે. જે એનાં સમય સમયે અંતરે રૂપાંતર થતું રહે છે. જે આપણે સમજવું ઘટે.
ઈશ્વર દયાળુ છે અને કૃપાળુ છે. તેણે બધી પ્રકારની વ્યવસ્થાઓ માણસની જરૂરિયાત સમજીને એડવાન્સ કરી રાખી છે. જેથી કોઈપણ જીવાત્માને જીવન જીવવા માટે ખાવાં પીવાં રહેવાની કોઈ તકલીફ નહીં પડે.
ઈશ્વરે મનુષ્યનાં એકાઉન્ટમાં એડવાન્સ પ્રેમ સુખ શાંતિ અને અપરંપાર આનંદ ડિપોઝિટ કરી રાખી છે. એને તમારે ઉપાડવા માટે ‘પાસવર્ડ’ છે -‘પ્રેમ’ પ્રેમનુ પાસવર્ડ નાખશો તો ઓટોમેટીક પ્રેમ સુખ શાંતિ અને અપરંપાર અનંત પ્રાપ્ત કરી કરશો. આ પ્રેમ પવિત્ર પ્રેમ હોવું જોઈએ. કલંકિત જરાય નહીં.
પરંતુ માણસ જ્યારે નાં સમજી થી બેહદમાં(ગેરમાર્ગે) જાય છે ત્યારે જ એને દુઃખનો સામનો કરવું કઠિન પડી જાય છે. માણસ કાજે ઈશ્વરે સુખ અને ખુશી નું જીવન જીવવા માટે બધી સંપૂર્ણ આધ્યાત્મ સ્રોત ની વ્યવસ્થા કરી રાખી છે. આંતરિક મનનું સુખ જાણવાં આધ્યાત્મ સ્રોતનું જળપાન કરવું જરૂરી છે.
ઉપવાસ કરવાથી, મોટી મોટી યાત્રા કરવાથી, પગપાળા ચાલવાથી, મંદિર મસ્જીદે સ્થળે ભટકવાથી, ગંગા નદી માં ડૂબકી મારવાથી કે કુંભમેળામાં જઈ ભગવા વસ્ત્ર ધારી ના દર્શન કરવાથી ક્યારે પણ આપણે જીવનનાં ભવસાગર તરી શકવાનાં નથી. મોહ માયા કામ ક્રોધ લાલચ ઈર્ષા કપટ નિંદા થી બહાર આવી પવિત્ર રહી અંતર મનથી મનને ઈશ્વરમાં લગાવી ત્યાગથી જ તમે ઘેર બેઠા ગંગા નહાવો અને ભગવાનના દર્શન કરી ખુશ અને સુખી સંપન્ન રહી શકો છો ભગવાન શિવનું કહેવું છે.
પૃથ્વી પર વિચરણ કરતા કીડી મકોડા, પશુ પંખી, દરિયાઈ જળચર પ્રાણી…. વનસ્પતિ માટે સૂર્યપ્રકાશ….પાણી, ખેતીવાડી, અનાજ, શાકભાજી, ટેકનિકલ એન્જિનિયર વ્યવસ્થા, ડોક્ટર, અલગ અલગ રિસર્ચ ,સાયન્સ અને આધ્યાત્મ વિજ્ઞાન વગેરે વગેરે વ્યવસ્થા બધી ઈશ્વરની જ છે. મનુષ્ય માનસ આત્મા થકીત,…. મન બુદ્ધિ સંસ્કાર થી થતી આવી છે. આત્મા પરમાત્માનો વંશ છે. અંશ નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ…(શિવ ભગવાન ઉવાચ)
આ બધી સેવા આપવા પાછળ માણસ તો ફક્ત એક નિમિત છે. માણસ તો એક પરમાત્માથી ઘડાયેલું રોબોટ છે. રોબોટ ની ચાવી ઈશ્વર પોતાની પાસે રાખે છે.
મનુષ્ય ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ પ્રકારનાં હોય છે. તે મુજબ સમાજમાં એની ગણના અને અવગણના કરવામાં આવતી હોય છે. ‘હું આત્મા છું’- આ જ્ઞાન નો અભાવ હોવાનાં કારણે આજે માણસ માણસાઈ ભૂલી ભટકી જઈ કનિષ્ઠ બની ગયો છે.અને મોહ માયા કામ ક્રોધ અહંકાર લાલચ ના કાદવ કિચડમાં કૃમિની જેમ આરોટી રહ્યોં છે.
આમાંથી બહાર ન નીકળવાના કારણ દુઃખનો અનુભવ કરી રહ્યોં છે. અને સુખનો અનુભવ કરવામાં આજે બહુ જ પાછળ છે. અને ક્યારે ક્યારે સુખને પણ એ દુઃખ માની લે છે. આજ માનવીની મોટામાં મોટી વિડંબણા છે.
મનુષ્ય જીવન આનંદોત્સવ થી ભરપૂર છે. પુખ્ત વયે થતા જો તેઓ અધ્યાત્મને સમજી જાણી સંસ્કાર પામી લે તો એનાં માટે જન્મથી મૃત્યુની વચ્ચે આવતી કોઈ પણ સમસ્યાને તે સમસ્યા કે દુઃખ ન સમજી સુખમાં પરિવર્તન કરવાની શક્તિ ધરાવે છે આધ્યાત્મક પંથ થી મેળવી શકે છે.
અને જીવન આનંદોત્સવ અને હર્ષ ઉલ્લાસમાં રહી જીવનનો ઉત્સવ મૃત્યુ સુધી મનાવી શકે છે. અને દુઃખને પણ સુખમાં બદલી છેલ્લે રોગગ્રસ્ત અવસ્થામાં પણ પથારીમાં પડ્યાં પડ્યાં મૃત્યુનો પણ આનંદ ઈશ્વરને યાદ કરી લઈ શકે છે.
હેં મનુષ્ય..!
તું આરોપ પ્રત્યારોપ વાદ-વિવાદ
નાં અહંકાર માંથી બાહર આવી જા…
તું તારા અંતરનાદ નાં આવાજ ને,
સાંભળી સુખી થા….
આજ મોટામાં મોટું સુખ છે.
આવો સૌ સાથે મળીને ઈશ્વરને કહીએ… ‘થેન્ક્સ ગોડ’ અમારું આ જીવન આનંદોત્સવ થી ભરપૂર છે. અમે જ તારાં કાર્યને સમજવાની મોટી ભૂલ કરી છે. તું જ અમારો રીયલ પિતા કરતાં હરતા, દુઃખ વિનાશક, સુખ દાતા છું. તારા એક એક ખેલને અમો સ્વીકાર કરીએ છીએ. અમેજ બે ફાલતું અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા થી તારા ગુપ્ત રાજ નાં ખેલની અવગણ કરી દુઃખી થઈ સુખને ઓળખી શક્યા નથી. તું તો અપાર સુખદાતા છું.
…. તને નિરંતર યાદ કરવામાં સુખદ સુખ છે. ક્યાંય બિલકુલ દુઃખ નથી.
ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’ (ઉદયપુર)
‘Spiritual writer’
Mobile number 9913484546
Email:-utsav.writer@gmail.com
Leave a comment