તારા હૃદય સુધી પહોંચવું છે,
બોલને તું ક્યાં છે?
તારા એક ખૂણે વસવું છે,
બોલને તું ક્યાં છે?
નથી કોઈ આશ મને,
બોલને તું ક્યાં છે?
ચલને પેલે પાર તને મળવું છે,
બોલને તું ક્યાં છે?
મન ની મનમાં ના રહી જાય,
બોલને તું ક્યાં છે?
કોઈક ખામોશી સમજાય?
બોલને તું ક્યાં છે?
લખું છું તને શબ્દ થકી,
બોલને તું ક્યાં છે?
મન મૂકીને ભીંજવું છે,
બોલને તું ક્યાં છે?
પ્રેમ મારો છાનો છાનો,
બોલને તું ક્યાં છે?
લાગણીના આંસુ વડે રડવું છે,
બોલને તું ક્યાં છે?
જયશ્રી વાઘેલા (મુંબઈ)
Leave a comment