પ્રથમ શિવલિંગનું પ્રાગટ્ય

ગુઢ રહસ્ય અતિ ગુઢ શૂન્ય અવકાશે,
ત્રિદેવની મહત્તા અનંત કોટિ બ્રહ્માંડે…

હિન્દુ ધર્મમાં ત્રણ મુખ્ય દેવતા છે.
૧) બ્રહ્મા જેમનાથી સૃષ્ટિનું સર્જન થયું…
૨) વિષ્ણુ જેઓ સૃષ્ટિનું પાલન કરે છે.
૩) મહેશ જેમનાથી સમગ્ર સૃષ્ટિ નાશ પામે છે. છતાંય, શિવજીમાં આ ત્રણેય ગુણો છે.

ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર શયન કરી રહ્યા હતા. એ સમયે સમગ્ર  બ્રહ્માંડ નિષ્ક્રિય હતું.  આ શૂન્ય અવકાશમાં શક્તિનું સ્પંદન થયું. સમગ્ર બ્રહ્માંડમાં હલચલ થઈ અને ભગવાનની નાભિમાંથી કમળની ઉત્પત્તિ થઈ. આ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ સંસારના પ્રથમ સજીવ અને બ્રહ્માંડના સર્જક કહેવાયા.

વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિના સર્જનનું કાર્ય સોપ્યું. આમ, તેઓ સૃષ્ટિના સર્જક કર્તા બન્યા અને વિષ્ણુજી સૃષ્ટિના પાલન કર્તા બન્યા. આથી સમગ્ર સૃષ્ટિને ગતિ મળી.

પરંતુ એક દિવસ બંનેમાં વિવાદ થયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? બંને જ પોતાને જ શ્રેષ્ઠ માનતા હતા. કારણ કે એક સર્જક હતા અને એક પાલક હતા. આ વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. ત્યાં અચાનક જ અનંત પ્રકાશરૂપી  તેજોમય સ્તંભ પ્રગટ થયો.  જેનો કોઈ અંત કે આરંભ નહોતો. તેનું રૂપ અશરીર અને અનંત હતું.


બ્રહ્માજી અને વિષ્ણુજીએ પોતાની સમસ્યા સ્તંભને કરી. ત્યારે સ્તંભમાંથી અવાજ આવ્યો કે જે અંત અને આરંભને શોધી લાવશે તે શ્રેષ્ઠ ગણાશે. આ સાંભળીને તેમને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા અંત અને અનંત શોધવાનું નિર્ણય કર્યો.

બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કરીને આકાશ તરફ ઉડાન ભરી અને વિષ્ણુ ભગવાને વરાહ રૂપ ધારણ કરી અંત શોધવા પાતાળ તરફ પ્રણાય કર્યું. પરંતુ, તેઓ અંત શોધી શક્યા નહીં.

બ્રહ્માજી પોતાની શ્રેષ્ઠતાની સાબિત કરવા માટે ચતુરાઈનો આશરો લીધો. તેમણે કેતકીના ફૂલને સાક્ષી બનવા કહ્યું. કેતકીના ફૂલે સાક્ષી પૂરતા કહ્યું કે તેઓ સ્તંભના આરંભ સુધી પહોંચી ગયા હતા . આ વાત ખોટી હતી. કેતકીના ફૂલની સાક્ષી બનવાની કારણે વિષ્ણુજીએ તેમની વાત માન્ય કરી લીધી.

આ સાંભળીને સ્તંભમાથી અવાજ આવ્યો. સ્તંભ રૂપી શિવજી એ કેતકીના ફૂલને  અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો. શિવ પૂજા માટે  કેતકીના ફૂલનું કોઈ સ્થાન રહેશે નહીં અને બ્રહ્માજી મનુષ્ય લોકમાં પૂજાથી વર્જિત થશે.

વિષ્ણુ ભગવાને પોતાની નિષ્ફળતા સ્વીકારી હતી એટલે શિવજીએ તેમને આશીર્વાદ આપ્યો કે તેઓ મનુષ્ય લોકમાં શ્રદ્ધાનું પ્રતીક બનશે. પરમ પૂજ્ય બનશે.

આમ, ત્રિમૂર્તિ અને બ્રહ્માંડના મૂળ તત્વ તરીકે શિવલિંગના પ્રાગટ્યનું મહત્વ છે. આ અનંત અને આદિ  એ જ શિવલિંગ કહેવાય છે. આ સર્વ પ્રથમ લિંગ પ્રાગટ્ય કથા છે.


ઓમ નમઃ શિવાય
હર હર મહાદેવ
રાધે રાધે
દર્શના હિતેશ જરીવાળા “મીતિ”

Leave a comment