મળવાનું છે એ પાક્કું
હું આજ ઢળું કે કાલ ઢળું, ઢળવાનું છે એ પાક્કું.
હું તો સૂરજ છું ને અંત સુધી ઝળહળવાંનું છે એ પાક્કું.
કરી છે મહેનત જિંદગીભર, રોજ દળવાનું છે એ પાક્કું.
હું જિંદગી જીવ્યો છું નદી ની જેમ, ખળખળવાનું છે એ પાક્કું.
મન સાથે બાંધી છે પ્રિતડી, રોજ હળવાંનું છે એ પાક્કું.
માન્યાં છે મેં જેમને પોતાનાં, નિત મળવાનું છે એ પાક્કું.
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)
Leave a comment