તારી અઢી અક્ષરની વાતો મુલાકાતમાં ફેરવી દે.
તું, હૃદય સુધી લાગણીના ઝરણાને વહેતા કરી દે.

તારા પ્રત્યેક શબ્દની વાતો મુલાકાત નું બહાનું બનાવી દે,
તું, મળે તો રોજ ચાંદ બનીને અટારીમાં આવવાનું કરી દે.

સુગંધી ક્ષણોને માણી એ પહેલા રહેવાનું કહી દે,
તું, શબ્દથી લાગણીને પોરવી માળા બનાવી દે.

આમ રોજ રોજ મુલાકાતનું પળ પળ વિહળ કરવા દે,
તું, મુલાકાતના વચન પાળીને સંભારણા કરી દે.

તારા વિચારોમાં રમતી મુલાકાત કરી દે,
તું, આમ ફૂલોના સ્પર્શનો એહસાસ કરાવી દે.

મારી ગમતી ક્ષણ ને મખમલી ગુલાબી સાંજ કરી દે,
તું, અંતરથી અંતર સુધી સમાઈ જવાની વાત કરી દે.


જયશ્રી વાઘેલા (મુંબઈ)

Leave a comment