પણ તું છે                                     

મારી આંખ ની આસપાસ ફરતું  રુપાળું સોનેરી સ્વપ્નું પણ તું છે ,
મારી પાંખ પર બેસેલાં કુટુંબીઓ માં મારું અપનું પણ તું છે,
મારાં દિલ માં માળો બનાવી ને બેઠેલી છાનું-છપનું પણ તું છે,
જિંદગી ની રાહ માં સૌથી વધારે જરુરી  મારાં ખપનું પણ તું છે,
જિંદગી જીવવાં માટે નું યાદગાર સ્વપ્નું પણ તું છે,
મારી જિંદગી ઘડવા ની મહેનત પણ તું છે ને ખંત પણ તું છે,
મારાં સર્વ દુઃખ દૂર કરનાર ને સુખ ને પાચે ચડાવનાર સંત પણ તું છે,                   

મારી જિંદગી ની પાનખર ને પલટાવનાર વસંત પણ તું છે,
મારી જિંદગી ની શરુઆત પણ તું છે ને અંત પણ તું છે,


જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment