માનવ મહેરામણ ઉમટયો પ્રયાગરાજે,
ધોધ વહ્યો શ્રદ્ધાળુનો પ્રયાગરાજે..

આસ્થાની પરમ જ્યોતિ હરિદ્વારે,
ત્રિવેણીમાં સરસ્વતી અદ્રશ્ય પ્રયાગરાજે..

શ્રદ્ધાનો ઊંડો સાગર વહેતા જળે,
સનાતન ધર્મની આસ્થા પ્રયાગરાજે…

અઘોર અઘોરી નાગા સાધુ સાધ્વી ને,
દ્ર્શ્ય અદ્રશ્ય વિસ્મય જીવ પ્રયાગરાજે…

દેવ દાનવની ઉપસ્થિતિ અનોખી ને,
પૌરાણિક કથાની કથની પ્રયાગરાજે…

શિવથી શિવત્વ માં રમવાની ઈચ્છા ને,
સમુદ્ર મંથનની પાવન ગાથા પ્રયાગરાજે

દર્શના જરીવાલા

Leave a comment