કોઈના રંગે રંગાઈ જવું એટલે આપણે પોતાને ભુલી સંપૂર્ણ બીજા જેવું થઈ જવું એટલે કે એને જેવું ગમે એવું બની જવું. પણ એ ક્યારે શક્ય બને? હા જ્યારે એ રંગ સ્નેહ અને પ્રેમનો હોય તો. જેમ રાધા મીરા અને ગોપીઓ શ્રી કૃષ્ણા ના પ્રેમ માં રંગાઈ ગયા હતા જ્યાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણે પણ એક એક ગોપી સાથે રાસ રમવા સ્વુરપો લીધા . જ્યાં શ્રી કૃષ્ણ એક પણ સ્વરૂપ અનેક. બસ એમજ જો કોઈ એના સ્નેહથી આપણને રંગે ને ત્યારે એ જે રંગે એ રંગે ચિતરાઇ જવાનું મન થાય.ક્યારે કોઈએ પ્રેમનો રંગ જોયો છે? ના, એનો રંગ દરેક વ્યક્તિએ અલગ અલગ છે .કોઈને રાધા જેવો પ્રેમનો રંગ તો કોઈને મીરા જેવો તો કોઈને મા સીતાનો શ્રી રામ પ્રત્યેનો પ્રેમ નો રંગ તો કોઈને માં
પાર્વતી નો દેવાધી દેવ મહાદેવ સાથે નો પ્રેમનો રંગ દરેક મા રંગ ભલે અલગ હતા પણ એક રંગ હતો જે બધાનો એકજ હતો અને એ છે સ્નેહનો રંગ , જો આ આખી દુનિયા પણ આમજ સ્નેહ ના રંગથી ભરાઈ જાય તો આ ધરતી સ્વર્ગ બની જાય .અને મજાની વાત તો એ છે કે આ સ્નેહ આપવા કે મેળવવા ક્યાંય કોઈ ખર્ચ કરવાની જરૂર પડતી નથી .પણ આમ જોવા જઈએ તો આ દરેક માટે એક કિંમતી વસ્તુ છે જે બવ નશીબદાર લોકોનેજ મળે છે, અને એને વહેંચવાથી એ ક્યારેય ખૂટતો પણ નથી એ તો મસ્ત પવન ની લહેરખીઓ આવે અને ફૂલો ની સુગંધ જેમ ચારેબાજુ ફેલાય એમ વિસ્તરતો જાય છે તો દરેકને એક જ વાત યાદ રાખવાની છે કોઈને રંગો તો પ્રેમના રંગથી રંગજો નફરત નો એક રંગ તમારી દુનિયા રંગહીન કરી નાખશે
“પ્રેમના રંગ હોય ભલે હજાર
પણ એને અનુભવવો એકવાર
આપશું એજ મળશે પાછું
તો ,એમાં નફરત ને ક્યાં સ્થાન”
લેખિકા. સુચી રાવલ
Leave a comment