નવલિકા :~ ‘ મયુરાગ’ ( ભાગ – 1)

અરે, તું પણ ને! નાની આમથી વાતમાં આમ કોઈ રિસાઈ જાય? તું કહે એમ જ થશે. ચાલ બસ હું તૈયાર…. અરે આમ વિચિત્ર રીતે શું જુએ છે? ભાજીપાંવ ચાલશે મારે ચાલ ખાઈ લઈએ… રાગીણી રસ્તા પર ચાલી રહેલાં એક માણસને વળગીને કહેવા લાગી. એ માણસ માત્ર સીધો દેખાતો નહોતો પણ ખરેખર સીધો જ હતો એટલે જ રાગીણીની આ ત્રિત્યમ હરકત જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયો.

શું? શું ભાજીપાંવ? કોણ છે તું???

પ્લીઝ….. પ્લીઝ બૂમો ના પાડશો. હું તમને આખી વાત કહીશ. પહેલાં હું કહું છું એમ તમે કરો પ્લીઝ… રાગીણી પાછળ ઉભેલાં ત્રણ ચાર માણસો સામે ઈશારો કરતા બોલી.મયુરને પહેલાં તો ગુસ્સો જ આવ્યો. પણ અચાનક જાણે હૃદયમાં કોઈ તાર ઝણઝણતા હોય તેવું લાગ્યું. તેને એ છોકરીની આંખોમાં કંઈક સચ્ચાઈ લાગી અને અચાનક જ તે રાગીણીની વાતને અનુસરવા લાગ્યો. પેલા માણસો નજીક આવી રહ્યાં હતાં.

અરે ડાર્લિંગ!  હું તો મજાક કરી રહ્યો હતો. જોવા માંગતો હતો કે તું મને કેટલો પ્રેમ કરે છે? સૉરી તને હેરાન કરવાં માટે. ભાજીપાંવ નહિં તારા માટે તો ફાઈવ સ્ટાર હોટલમાં સરપ્રાઈઝ રેડી છે. ચાલ કારમાં બેસી જા લેટ થાય છે.


કા…કા… કારમાં!?….. રાગીણી ગભરાઈ અને મનમાં જ બોલી. અરે ક્યાંક ઉલમાંથી ચુલમાં ના પડું. હૈ ભગવાન! હવે તું જ બચાવ.ચિંતા ના કરો ભગવાન તમારી સાથે જ છે. હું તમારી મદદ જ કરી રહ્યો છું. પેલા માણસો અહીં જ જોઈ રહ્યાં છે. તમે વિશ્વાસ રાખીને ચાલો કારમાં બેસી જાઓ.એય! કયાં લઈ જાય છે એ છોકરીને? અમારા બોસનો હુકમ છે તેને પકડીને તેમનાં હવાલે કરવાનો.કોણ બોસ? એ મારી ગર્લફ્રેન્ડ છે અને બહુ જ જલ્દી મારી ફિયાન્સી બનશે…… રાગીણી તે માણસને બોલતા જોઈ જ રહી. મનમાં થોડી ગુસ્સે પણ થઈ.બાય ધ વે! તમે આ છોકરીની પાછળ કેમ પડ્યાં છો?તારે શું? એ અમારી પર્સનલ મેટર છે???ઓહ તો ભાઈલોગની પણ પર્સનલ મેટર હોય છે??? મયુર હસીને રાગીણી સામે જોવા લાગ્યો અને તેનાં ખભે હાથ મૂકીને તેની સાથે વાત કરવાં લાગ્યો….. પણ હવે એ મારી પર્સનલ મેટર છે. કહી દેજો તમારાં બોસને. …. ચાલો મેડમ બેસો ગાડીમાં.મયુર અને રાગીણી ગાડીમાં બેસી ગયા અને મયુર સડસાડાટ ગાડી ચલાવા લાગ્યો.જુઓ તમે…. હું….હમણાં કોઈ વાત નહિં. આ જગ્યા સેફ નથી.મયુર રાગીણીને પોતાનાં ઘરે લઈ આવ્યો.ગાડી ગેટ આગળ આવતાં જ બે માણસો બ્લેકમાં ગોલ્ડન ડિઝાઇન તેવો મોટો ગેટ ખોલવા દોડતાં આવ્યા. મયુર ગાડીમાંથી ઉતર્યો અને ત્યાં ઉભેલાં માણસને રાગીણીનો દરવાજો ખોલવા કહ્યું. રાગીણી તો ગાડીમાંથી ઉતરતાની સાથે જ ચક્કર ખાઈ ગઈ. આખી સોસાયટી બની જાય તેટલો તો મોટો ગાર્ડન હતો. ગાર્ડનની અંદર ડાબી બાજુએ મોટો સ્વિમિંગ પુલ. ફૂલો તો જાણે નમી નમીને એકબીજાને આલિંગન આપતાં હોય તેમ એકબીજા પર લચી પડતાં હતાં. ચાલતા ચાલતા થાકી ગઈ ત્યારે ઘરનો પ્રવેશદ્વાર આવ્યો….. એક્સક્યુઝ મી!… હેલ્લો… હેલ્લો મેડમ!…. મયુરના અવાજથી સ્તબધ બનીને તાકતી રાગીણીની તંદ્રા તૂટી.

આ મારું ઘર છે. અંદર આવો શાંતિથી વાત કરીએ.હા… હા… સ્ય… સ્યોર…. રાગીણી ખચકાતા બોલી અને બંન્ને ઘરમાં પ્રવેશ્યા.

( વધુ આવતાં અંકે….)

તન્વી શુક્લ

આભાર 🙏🏻

Leave a comment