રડી લીધું


પાપણ ને પૂછ્યું તો નયન એ રડી લીધું,
નયનન કહ્યું મેં ઝાકળ સેરવી લીધું.

નદીએ ભેટીને સામ સામે રડી લીધું,
જળમાં તરીને કિનારાને મળી લીધું.

મારા વિરહની વેદના એ રડી લીધું,
નહોતા એ પ્રેમમાં અમે રડી લીધું.

મારા નયનના પલકારા રડતા રડી લીધું,
તારાથી બંધાયેલી હસતા હસતા રડી લીધું.

ઉગતા ચાંદ સાથે તારાઓ સાથે રડી લીધું,
ક્ષિતિજની પેલે પાર ધ્રુસકે ધ્રુસકે અમે રડી લીધું.


જયશ્રી વાઘેલા ( મુંબઈ)

Leave a comment