વાત કોઈની
વાત કોઈની અહીં બોલાય છે,
યાદમાં એની અહીં રોવાય છે.
આંખની એ ધારને વ્હેતી કરી,
લાગણી કેવી અહીં ઘોળાય છે.
હાર વળગે આજ હૈયે તે છતાં,
જીતની બાજી રમી ખોવાય છે.
જિંદગીમાં જે મળે છૂટે હવે,
મોતને ભેટે અહીં જોવાય છે
જો “સરિતા” આજ પણ તરસે અહીં,
ક્યાં કિનારા ને કશું સમજાય છે.
પલ્લવી જોષી ‘
Leave a comment