સંબંધ                                

એકબીજાંની નજીક આવીએ ત્યારે બંધાય છે સબંધ,
એકબીજાંને હળતાં-મળતાં રહીએ તો રંધાય છે સબંધ,
એકબીજાં નાં મા-બાપની મરજી હોય તો મંડાય છે સબંધ,                          

એકબીજાંથી ચડિયાતાં થવાંની કોશિષ કરીએ તો ગંધાય છે સબંધ,
કોઈ વચ્ચે રહીને સમાધાન કરે તો સંધાય છે સબંધ,
એકબીજાં નાં ગુણદોષોની સમાજમાં ચર્ચા કરીએ તો નંદાય છે સબંધ,
સામેવાળાને ના ગમતાં હોય તેની સાથે તમે પળ પણ વિતાવો તો તમારો ચગદાય છે સબંધ,
એકબીજાંની ઇચ્છા-અનિચ્છાને સાયવો તો સાતમા આસમાને વિહરે છે સબંધ.
એકબીજાં ની ઈચ્છા-અનિચ્છાને ના સાચવો તો સાતમા પાતાળે પહોંચે છે સંબંધ.


જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment