શીર્ષક:-સાહેબ
પ્રકાર: પદ્ય (કાવ્ય ગોષ્ઠી)
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈને ધક્કો તો, નો મારતાં સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈ સાથે બદલો તો, નો લેતાં સાહેબ.
કોઈને મદદ કરો યા, નાં કરો સાહેબ,
પણ બદલો ન લઈ, બદલીને બતાવજો સાહેબ.
કોઈને મદદ કરો યા, નાં કરો સાહેબ,
પણ માફ કરીને તો, બતાવજો સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈની પીઠ પાછળ ગાળો તો, નો દેતાં સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈ નું ઝુંટવી તો ,નો લેતાં સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈની બદનામી તો, નો કરતાં સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈનું ઘર બરબાદ તો,નો કરતાં સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈની ઉપર ચરિત્ર તો ,ભંગ નો કરતાં સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈનાં ઋણ નું તો ,આભાર જરૂર માનજો સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ સહુનાં વાહલા તો ,જરુર થાજો સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈને સ્વાર્થમાં તો,નો છેતરજો સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ માનવતા નો ઋણ તો ,જરૂર અદા કરજો સાહેબ.
કોઈ ને મદદ કરો યા, નાં કરો સાહેબ,
પણ ભક્ત હો તો, સૌને ભક્તિનાં ગુણ બતાવજો.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ ફરીસ્તા બનીને તો,જરૂર ફરજ નિભાવજો સાહેબ.
કોઈ ને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ માનવી બની ને તો, ગરીબી પર દયા કરજો સાહેબ.
કોઈ ને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ પદની ગરિમાની તો, સંભાળ રાખજો સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ દેવી-દેવતા ની જેમ તો, લાયક બનજો સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ નાલાયક તો ,ન બનતાં સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ જન્મદાતાને તો , નહીં તરછોડતાં સાહેબ.
કોઈને મદદ કરો, યા ન કરો સાહેબ,
પણ સૌ જીવાત્માઓને તો ,’જીવો અને જીવવા દેજો’ સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ સૌને મનુષ્ય થઈ માનવતાનાં તો,દર્શન ખુદમાં કરાવજો સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કરજો કર્મ એવા કે સૌનાં આશીર્વાદ તો, લઈ લેજો સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ અંતકાળે પથારીમાં ઈશ્વરને તો,જરૂર ભજી લેજો… સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ કોઈની ઊંઘ તો ,હરામ ન કરતાં સાહેબ.
કોઈને મદદ કરો, યા નાં કરો સાહેબ,
પણ પદ પર રહી ભ્રષ્ટાચાર તો, નો આચરતાં સાહેબ.
કોઈને મદદ કરો યા, નાં કરો સાહેબ,
પણ કોઈની સાથે વિશ્વાસઘાત તો ,નો કરતાં સાહેબ.
કોઈને મદદ કરો યા, નાં કરો સાહેબ,
પણ પોતાની આત્માનો તો,કલ્યાણ જરૂર કરજો સાહેબ.
કોઈની મદદ કરો યા, નાં કરો સાહેબ,
પણ અંતે તમારા સ્વાવલંબી જીવન નેં તો, સૌ યાદ કરશે…કહી, કે હતાં કોઈ એક પુણ્ય શાળી જીવ આત્મા.
કોઈની મદદ કરો, યા ના કરો સાહેબ,
પણ આ લેખકનાં લેખની ની, તો શરમ જરૂર રાખજો સાહેબ.
ડૉક્ટર કનૈયાલાલ માલી ‘ઉત્સવ’ (ઉદયપુર)
-Spiritual writer
Mobile number 9913484546
Email: utsav.writer@gmail.com
Leave a comment