અંતરમાં એકાંત
આજના સમયમાં દરેક વ્યક્તિનું જીવન એટલું વ્યસ્ત બની ગયું છે કે ચારે બાજુ મેળાવડો હોવા છતાં એના અંતરમાં કલ્પનાથી પણ પર એકાંત વ્યાપેલું હોય છે.
ક્યારેક એ એકાંત અશ્રુ બનીને બહાર આવે ત્યારે જ મન હલકું થાય છે, કેમ કે એ એકાંતનો ભાર અસહ્ય બની જાય છે.
જીવવા માટે વ્યક્તિઓ આજુબાજુ હોવી એટલું જ અગત્યનું નથી હોતું, પણ તમારું અંતરમન કોણ વાંચી શકે છે અને તમને માનસિક સથવારો કોણ આપી શકે છે, એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
જો આ દુનિયા ગીચતા થી ભરેલી હોવા છતાં દુનિયાના કોઈ એક ખૂણે તમે એકાંત અનુભવતા હો, તો એ સાબિત કરે છે કે લોકોની હાજરીથી ખાલીપો પૂરાઈ શકતો નથી.
જીવવા માટે કારણ જોઈએ, પછી ભલે એ કંઈ પણ હોય – તમારા સપના, તમારી સમજ, તમારી સેવા કે તમારો કોઈ શોખ.
તમારું અંતરનું એકાંત ત્યારે જ દૂર થાય, જ્યારે તમે જાત સાથે જીવવાનું શીખી જાવ.
✍️ સુચી રાવલ
Leave a comment