નવલિકા ~ મયુરાગ ( ભાગ-2)
રાગીણી ઘરમાં પ્રવેશતા જ ડાબેથી જમણે અને જમણેથી ડાબે, ઉપરથી નીચે અને નીચેથી ઉપર નજર કરી રહી. વિશાળ દરિયા જેવડો ડ્રોઈંગ રૂમ જેમાં ડાબી બાજુએ ડાઇનિંગ એરિઆ અને જમણી બાજુએ પૂજા રૂમ અલગ તરી આવતાં હતાં. એટલું વિશાળ બિલ્ડીંગ હતું કે નીચેથી ઉપર જવા માટે ઘરમાંને ઘરમાં પણ લિફ્ટનો ઉપયોગ થતો હતો. આ જાજરમાન ઘરમાં પૂજા સમયે, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરના સમયે જ બધા એકસાથે ભેગાં થતાં હતાં બાકી તો એક જ છત નીચે બધા પાડોશીઓ સમાન જ હતાં.અરે મયુર! તું આવી ગયો??દાદી મને ખબર જ હતી તમે જાગતા હશો.મારો હેન્ડસમ બહાર હોય અને મને શાંતિની નીંદર કેવી રીતે આવે??હા હા…. આ મારી દાદી કમ અને ફ્રેન્ડ વધારે છે. મારા મિત્રો બહુ ઓછા છે એટલે દાદી જ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. ( રાગીણી સામે જોઈને મયુરે કહ્યું.)આ… પહેલાં ક્યારેય જોયાં નથી.દાદી આ… હમમમમમરાગીણી… મારું નામ રાગીણી છે. રાગીણી શાહ ફ્રોમ અમદાવાદ. ( પગે લાગતા )
ઓહ! ગુજરાત! નાઇસ! બાય ધ વે! હું મયુર, મયુર કપૂર.તમે બંન્ને પોતપોતાની ઓળખાણ આપો છો કે મને ઓળખાણ કરાવો છો.દાદી, એક્ચ્યુઅલી અમે હમણાં જ મળ્યા. હાલાત એવાં હતાં કે ઓળખાણ કરવાનો સમય જ નહોતો.રાગીણી રાત બહુ થઈ ગઈ છે તમે ચાહો તો ફ્રેશ થઈને આરામ કરો.ના મારે જવું છે.કયાં જશો? આઈ મીન તમે જેવી રીતે એ ભાઈલોગથી બચતા હતાં મને નથી લાગતું તમે હજી સેફ છો.હા બેટાં આમ પણ આ મુંબઈમાં ધારેલું કરવું મુશ્કેલ છે. આજની રાત અહીં રહી જા કાલે સવારે કંઈક નિર્ણય કરીશું.દાદી ગૌરી કાકીને કહીને રાગીણીને ગેસ્ટરૂમમાં મોકલી દેજો ને જરા…ગેસ્ટરૂમમાં તો તારી મોમના ગેસ્ટ પહેલેથી જ છે. રાગીણીને કોઈ વાંધો ના હોય તો એ મારા રૂમમાં મારી સાથે આવી શકે છે.દાદી મને શું વાંધો હોય. તમને જેમ ઠીક લાગે….ઓકે તો ડન…. તમે રૂમમાં પહોંચો હું ત્યાં જ આવું છું સાથે ડિનર કરીએ….રાગીણી તમારી વાત પણ ત્યાં જ કરીએ.ઓકે…***********રાગીણી મારે ગમે તેટલું મોડું થાય મારી બેસ્ટ ફ્રેન્ડ મારા વગર જમે નહિં.સો નાઇસ ઓફ યુ દાદી એન્ડ સો લકી યુ મયુર…. ( રાગીણીની આંખમાં આંસુ આવી ગયા. )અરે તું રડે છે!ના દાદી….એ તો બસ…..કહેવાય છે વાત શૅર કરવાથી મનનો ભાર હળવો થાય છે અને સમસ્યા હોય તો ઉકેલ પણ આવે છે.દાદી મારી સાવકી માં છે. પપ્પા હતાં ત્યાં સુધી તો પણ બધું બરાબર ચાલતું પણ એક વર્ષ થયું તેમનાં ગુજરી ગયા અને મારું જીવન જાણે ખોરંભે ચડ્યું છે. મારા લગ્ન મારી મરજી વગર કરાવાય છે. હું મારા લગ્નમાંથી ભાગીને આવી છું. ભવિષ્યનું પોટલું વાળ્યું અને જે પહેલી ટ્રેન મળી તેમાં બેસી ગઈ. મયુર, એ ભાઈલોગ મારી માં ના જ હતાં. મારો સામાન પણ ટ્રેનમાં જતો રહ્યો.
શું ભણેલાં છો તમે?? અને શું કરવું છે આગળ??હું આર્કીટેક્ટ છું. અને ચોક્કસપણે ઘરે તો પાછા નથી જ જવું. કંઈ પણ કરીશ પણ મારા જીવનને બીજાના હવાલે નહિં કરું. બસ એટલું નક્કી છે.જોયું બેટાં હું કહેતી હતી ને તને. ધીરજ ધર એક દિવસ જરૂર તને એ વ્યક્તિ મળશે, હવે બોલ? એ કોન્ફિડન્સ છે જે તને જોઈતો હતો?યસ માય ડીયર ફ્રેન્ડ બિલકુલ છે. ( બંન્ને એકબીજા સામે જોઈને હસી રહ્યાં )સૉરી, મેં કંઈ ખોટું કીધું તમે બંન્ને હસો છો કેમ?રાગીણી, અમારી એક આર્કીટેકટ કંપની છે. ‘ કપૂર આઇકોન ‘ મયુરના દાદાએ નાની પેઢી ચાલુ કરી હતી તેમાંથી તેનાં પિતાએ આગળ વધારી અને મયુરે આજે તેને સાતમા આસમાન પર બેસાડી દીઘી છે. પણ છેલ્લા છ મહિનાથી એક એમ્પ્લોઈ ના જવાથી મયુર અપસેટ છે. લોસીસ પણ વધ્યા. રીક્રુમેન્ટ પણ વ્યર્થ નીવડ્યા અસંતોષ અને અસંતોષ જ મળ્યા. પણ તને જોઈને એ પાછું મળતું હોય તેવું દેખાયું.અને જુઓને રાગીણી તમે પણ આર્કીટેક્ટ છો. જો તમે ઈચ્છો તો કાલથી જ મારી કંપની જોઈન કરી શકો છો.પણ… હું… આઈ મીન…ડૉન્ટ વરી દયા નથી કરી રહ્યો. કાલે કંપનીમાં આવો ઈન્ટરવ્યૂ આપો પછી આગળ…. ઓકેહા પણ મારી બેગ, મારા ડોક્યુમેન્ટ્સ, પ્રોફાઈલ બધું…ડૉન્ટ વરી એ પણ આવી જશે…. હવે ચિંતા છોડીને આરામ કરો.મયુર એના રૂમમાં આવે છે. દાદી અને રાગીણી ઘણી બધી વાતો કરે છે અને પછી સૂઈ જાય છે. જાણે કોઈ ખોવાયેલાં વ્યક્તિઓ ઘણાં દિવસે મળ્યા હોય તેવું ત્રણેય ફીલ કરે છે. અજાણ્યા હોવા છતાં જાણે કોઈ જૂની ઓળખાણ હોય તેવું લાગી રહ્યું હોય છે બાકી આટલું જલ્દી કયાં આ જમાનામાં કોઈ કોઈનામાં રસ લે છે…..
ક્ર્મશ:
તન્વી શુક્લ
આભાર 🙏🏻
Leave a comment