લ્યુકેમિયા – 06 એક નવું ટેન્શન

સિતારા સ્ટેચર પર હતી. ડૉકટર ઈશાન તેને તપાસી રહ્યા હતા. તે જોઈને મારો જીવ ઉપર-નીચે થઈ રહ્યો હતો. મનમાં ઊઠેલું વિચારોનું વમળ થમવાનું નામ નહોતું લઈ રહ્યું. મારા શરીરમાં પણ વિકનેસ ધીરે ધીરે સમાઈ રહી હતી, આંખોમાં અગનજ્વાળામાં ભડકી ઊઠી, જેમાં નીકળતું દરેક આંસુ બળીને સ્વાહા થઈ જતું હતું.

ડૉકટર ઈશાન મારી પાસે આવ્યા અને બોલ્યા, “મિસ સિતારાનું બીપી ડ્રોપ થયું છે. એમને એનર્જી બૂસ્ટર આપ્યું છે. આપ એમને લઈને ઘરે જઈ શકો છો. બાકીની વાતો આપણે  આવતી કાલ કરીશું.”

“ડૉકટર ઈશાન, કોઈ વાત સિરિયસ તો નથી ને?” મેં ખૂબજ ધીમેથી પૂછી લીધું.

“ના… ના…. કોઈ વાત સિરિયસ નથી. બસ અમારની તબિયત વિષે જાણીને સિતારાને ધક્કો લાગ્યો છે.”

“અમારને અહીં છોડીને જવાનું છે?” મેં ગભરાતાં પૂછી લીધું.

ડૉકટર ઈશાન મારી ગભરાહટ જોઈને સમજી ગયા હતા. તે ખૂબજ કુનેહ સાથે બોલ્યા, “તમારું ઘર મારા ઘરના રસ્તામાં જ પડે છે. તમે તમારી પત્નીને લઈને ઘરે જાઓ. હું અમારને ટેસ્ટ બાદ તમારા ઘરે ડ્રોપ કરી દઈશ.”

હજુ તો ડૉકટર ઈશાને તેમની વાત પૂરી જ કરી હતી કે સિતારા સ્ટેચર પરથી ઊભી થઈ અને બોલી, “અમારના બાપુ, હું મારા વ્હાલછોયાને અહીં આ ડૉકટરના ભરોસે છોડીને નહિ જઈ શકું.”

તેની વાત બરાબર હતી, મને પણ અમારને કોઈના ભરોસે છોડીને જવાની જરાય ઇરછા નહોતી. મન વ્યાકુળ થઈ ઉઠ્યું ‘હું પણ શું કરું! એક ઉમ્મીદની રોશની મને ડૉક્ટર ઈશાનમાં દેખાઈ રહી હતી. ન ઇચ્છવા છતાં પણ હૃદય ઉપર પથ્થર મૂકી દીધો અને ઊભો થયો. સિતારાનો હાથ પકડ્યો અને કહ્યું,

“મને ડૉક્ટર ઈશાન ઉપર પૂર્ણ વિશ્વાસ છે. એ ટેસ્ટ કરાવીને આપણા દીકરા ઈશાનને ઘરે છોડી દેશે. આપણે  જરાય પણ ચિંતા કરવાની જરૂર નથી.”

“પણ શિવ, આપ સમજતા નથી. હું મારા દીકરા અમારને છોડીને ક્યાંય નહિ જાઉં. આપણે અમારના રિપોર્ટ અને ચેકઅપ થાય ત્યાં સુધી રાહ જોઈએ તો…”

સિતારા જે કહી રહી હતી એ ક્યાંક ને ક્યાંક હું પણ એ જ ઇચ્છતો હતો. ડૉક્ટર ઈશાન અમારા બંનેની તકલીફ સમજી શકતા હતા. અમને જોઈને તે બોલ્યા,

“તમારા બંનેની હાલત હું બરાબર સમજી શકું છું. કોઈક અજાણ્યાના ભરોસે પોતાના દીકરાને છોડીને જવું ઘણું મુશ્કેલ હોય છે પણ તમે બંને શાંતિથી ઘરે જાઓ, અમાર મારો પણ દીકરો છે. હું એક પિતાની જેમ એનું ધ્યાન રાખીશ અને પછી તમારા ઘરે ડ્રોપ કરી દઈશ.”

ડૉક્ટર ઈશાને દરિયાદિલી દેખાડી પણ મારું કે સિતારાનું દિલ આજે માને એમ નહોતું. અમારને આ હાલતમાં અને તેની આટલી ભયંકર બીમારી વિશે જાણીને અમારું હૃદય માની રહ્યું નહોતું. હું અને સિતારા બંને ચૂપ હતાં. ખૂબ આશા ભરી નજરે હું ડૉક્ટર ઈશાન તરફ જોઈ રહ્યો હતો. એમણે મને આંખોથી બ્લીંક કરીને વિશ્વાસ અપાવ્યો અને મેં હિંમત કરીને કહ્યું,

“છેલ્લા ૧૨ વર્ષમાં અમાર બાબતે માત્ર સિતારા ઉપર મેં વિશ્વાસ કર્યો છે અને સિતારા બાદ હવે આપ પર વિશ્વાસ કરી રહ્યો છું. ડૉક્ટર ઈશાન મારા વિશ્વનાનું માન રાખજો…”

હું આગળ કંઈ બોલી ન શક્યો. મેં ડૉક્ટર ઈશાનને આલિંગનમાં ભરી દીધા. એક હાથે સિતારાનો હાથ પકડેલ હતો. ડૉક્ટર ઈશાન બોલ્યા, “તમારે બંનેએ આરામ કરવાની જરૂર છે. અમાર હવે મારી જવાબદારી છે. આપ નિશ્ચિત થઈને ઘરે જઈ શકો છો.”

સિતારા ઘરે આવવા તૈયાર નહોતી. તે બોલી, “શિવ, આપ ઘરે જઈને આરામ કરો. હું મારા દીકરા પાસે રોકાઈશ. ડૉક્ટર ઈશાન મને અને અમારને ઘરે છોડી દેશે. તમે શાંતિથી જાઓ.”

ડૉક્ટર ઈશાન વધારે કંઈ બોલ્યા વગર તેમની ચેર ઉપર જઈને બેસી ગયા. મેં સિતારાનો હાથ મજબૂત રીતે પકડ્યો અને તેને લઈને કેબિનની બહાર જવા લાગ્યો. જતાં જતાં ડૉક્ટર ઈશાનને કહ્યું, “હું સિતારાને લઈને ઘરે જઈ રહ્યો છું. મારા હૃદયના એક ટુકડો તમારા ભરોસે છોડીને જઈ રહ્યો છું. એનું ધ્યાન રાખજો.”

“આપ નિશ્ચિત થઈને જાઓ. તમારો હૃદયનો ટુકડો હવે મારી જવાબદારી છે. હું એને સાંજે ઘરે છોડી દઈશ.”

“ઠીક છે.”

હું આટલું કહીને સિતારા સાથે કેબિનની બહાર આવી ગયો. તે પાછળ ફરી ફરીને જોઈ રહી હતી. તે અમારને છોડીને ઘરે જવા જરાય પણ તૈયાર નહોતી. તેમ છતાં પણ હું તેને ઘરે લઈ આવ્યો. ઘરે આવ્યા બાદ મને કે સિતારાને જરાય પણ ચેન નહોતું. અમે બંને અમાર વિશે જ વિચારી રહ્યાં હતાં અને નજર દરવાજા ઉપર ટકાવીને બેઠાં હતાં.

મારું મગજ જરાય પણ કામ કરી રહ્યું નહોતું. એક તરફ મગજમાં અનેક વિચાર ચાલી રહ્યા હતા ને બીજી તરફ ઈશ્વરને પ્રાર્થના પણ કર્યા કરતો હતો કે આવનાર રિપોર્ટમાં અમારો અમાર એકદમ તંદુરસ્ત હોય અને બ્લડ કેન્સર નામની બીમારી એને સ્પર્શ પણ ન કરે! આ વિચારો મગજમાં ચાલી રહ્યા હતા ને દરવાજા આગળ કાર આવીને રોકાઈ.

જેવી જ કાર દરવાજા આગળ દેખાઈ કે સિતારા ઊભી થઈને દરવાજા તરફ ભાગી, તેની પાછળ પાછળ હું પણ ભાગ્યો અને દરવાજા પાસે આવીને ઊભો રહ્યો. જોયું તો અમાર કંઇક ખાઈ રહ્યો હતો. ડૉક્ટર ઈશાન કારમાંથી નીચે ઉતર્યા અને અમારને અમારી પાસે લઈ આવ્યા.

સિતારા ખુદને રોકી ન શકી અને અમારને ગળે લગાવીને હળવું રુદન કરવા લાગી. હું ડૉકટર ઈશાન પાસે ગયો અને તેમની સાથે હાથ મિલાવ્યો. તે બોલ્યા,

“કહ્યું હતું ને તમારા દીકરાને એકદમ સુરક્ષિત લઈ આવીશ. લો હવે મારી જવાબદારી પૂર્ણ થઈ.”

“ડૉક્ટર ઈશાન તમારી જવાબદારી અહીં પૂર્ણ થતી નથી.” મેં કહ્યું.

“હું કંઈ સમજ્યો નહિ!”

“જ્યાં સુધી મારો દીકરો અમાર એકદમ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તમારી જવાબદારી પૂર્ણ થશે નહિ! તમે જ કહ્યું છે ને કે અમાર તમારા દીકરા જેવો છે તો હવે દીકરાને એકદમ સ્વસ્થ કરવાની જવાબદારી તમારી છે.” હું ભાવુક થઈને માત્ર આટલું કહી શક્યો.

ડૉક્ટર ઈશાને મને આલિંગનમાં ભરી લીધો અને મને આશ્વાસન આપતાં બોલ્યા, “મારાથી થશે એટલું હું અમાર માટે કરીશ. મારી હોસ્પિટલનું નામ લાઇફ સેવર હોસ્પિટલ છે. જેમાં જિંદગી બચાવવાના પ્રયાસ દરેક ડૉક્ટર કરે છે. અમારને જોઈને તેની માટે લાગણીઓ ઉમટી છે, તેની સ્વાસ્થ્ય માટે મારાથી થશે એટલું હું કરીશ.”

હું અને ડૉકટર ઈશાન વાત કરી રહ્યા હતા. સિતારા અમારના ચહેરા ઉપર રડતાં રડતાં ચુંબન કરી રહી હતી. અમાર તેના આ વ્હાલથી બચવા માટે તેનો હાથ છોડાવીને ભાગીને મારી પાસે આવી ગયો અને મેં નીચે બેસતાં એને ગળે લગાવી દીધો. જેવો જ તેને આલિંગનમાં ભર્યો કે મારી સુતેલી દરેક સંવેદનાઓ જાગી ઊઠી. આંખો આંસુથી ભરાઈ ગઈ.

હું રડી રહ્યો હતો પણ અમાર મારા આલિંગનમાં હોવા છતાં ડૉકટર ઈશાનનો હાથ પકડીને તેમની આંગળીઓથી રમી રહ્યો હતો. સિતારા આ બધું જોઈ રહી હતી ને બોલી, “ડૉકટર ઈશાન, થોડા કલાકો પહેલાં મને તમારી પર જરાય પણ વિશ્વાસ નહોતો. અત્યારે જે રીતે તમે અમારને એકદમ સુરક્ષિત લઈ આવ્યા છો! એ જોઈને મારો તમારી પરનો અવિશ્વાસ તમારી પર વિશ્વાસમાં ફેરવાયો છે. તમને જોઈને લાગે છે કે મારા દીકરાને તમે જ ઠીક કરી શકો છો.”

હું સિતારાની વાત સાંભળીને થોડો રિલેક્સ થયો. કેમકે અત્યાર સુધી માત્ર હું જ ડૉક્ટર ઈશાન પર વિશ્વાસ મૂકી રહ્યો હતો પણ હવે સિતારા પણ તેમનો વિશ્વાસ કરવા લાગી હતી. ડૉકટર ઈશાન અમાર સાથે રમવામાં વ્યસ્ત હતા એટલે સિતારાની વાતો પર એમનું ધ્યાન નહોતું. બસ તે એટલું જ બોલ્યો,

“હા… હા.. ઠીક છે.”

હું ઊભો થયો અને સિતારા પાસે આવીને ઊભો રહ્યો. અમાર ડૉક્ટર ઈશાન સાથે ખૂબ જ ખુશ હતો. જે જોઈને આજના ભયંકર દિવસમાં મને થોડી રાહત મળી હતી. મેં સિતારાના બે હાથ પકડી લીધા અને કહ્યું,

“જોને સિતારા, ડૉક્ટર ઈશાન સાથે આપણો અમાર કેવો હળીમળી ગયો છે અને ડૉકટર પણ આપણા દીકરાને કેટલો વ્હાલ કરી રહ્યા છે.”

ત્યારે સિતારા બોલી, “આપણા દીકરાના ગમતા વ્યક્તિ તો બની ગયા છે પણ આપણા દીકરાની બીમારીનું નિદાન કરી શકશે?”


ક્રમશ….

Leave a comment