વસંતના વાયરા
વસંતના વાયરામાં સૌરભ ખીલી ઉઠી ,
યાદ તારી આવી ને મુલાકાત જુમી ઉઠી.
ફૂલો અને લહેરાતા તરું ઓ સાથે તારી બાથ યાદ આવી.
કુંપળ ફૂટી ને તારી મીઠી મુસ્કાન યાદ આવી.
વસંત કેરા રંગોમાં તારી વાત યાદ આવી,
વાંસળીના સૂરમાં લહેરાતા પર્ણો ના
વાયરા ની યાદ આવી.
પ્રેમરસમાં રંગભીના કેસુડાની યાદ આવી,
મધમધતી રાહો માં તું યાદ આવી.
ખુશનુમા સવારમાં તારી વાંસળી યાદ આવી,
રાધા કેરી પ્રીત માં તું યાદ આવી.
જયશ્રી વાઘેલા (મુંબઈ)
Leave a comment