” વિવાહિત જીવન “
આજકાલના સોશિયલ મીડિયા ના જમાનામાં વિવાહિત લગ્નેતર સ્ત્રી પુરુષ ના સંબંધો સમાજ માટે ખુબ જોખમી બની રહે છે
અત્યારની નવી પેઢી માટે લગ્ન એ ફક્ત જીવનનું એક કામ હોય એમ લગ્ન કરે છે અને છુટા પણ પડે છે વધતું જતુ છૂટાછેડા નું પ્રમાણ અત્યારે એક ગંભીર વિષય બની ગયો છે , એક પેઢી એવી હતી જ્યાં લગ્ન એક સંસ્કાર અને જીવન ગણાતું ને એ સબંધ ખૂબ નિષ્ઠા પુર્વક નિભાવવામાં આવતો અને બાળકો ને સંસ્કાર પણ એ મુજબ અપાતા, કોઈ પણ વ્યક્તિ સાથે તમે લગ્ન સબંધ બાંધી ને નિભાવો એ જ અઘરું છે છોડવું એ કઈ મોટી વાત નથી આ જગતમાં સંપૂર્ણ કોઈ નથી દરેકમાં કંઈને કઈ ખામી તો હોય જ પણ જરૂર છે એકબીજાની ખામી ને સમજી એકબીજાની તાકાત બની એક સારા સમાજનું નિર્માણ કરવું , હા જ્યાં કેવળ અત્યાચાર કે અન્યાય થાતો હોય તો તરત તમારો અવાજ ઉઠાવો અને એ લગ્ન સંબંધ થી બને એટલા જલ્દી અલગ પડી જવું સારું કારણકે કયારેક તમારી રાહ જોવાની કે આગળ જતા બધું બરોબર થઈ જશે એ વિચારસરણી નો ભોગ તમે તો બનોજ છો પણ તમારા બાળકો પણ આ બાબતો માં સહન કરે છે અત્યારે જ્યારે દરેક લોકો કુંભ માં ખુબ વાયરલ થઈ ગયા છે તે “અભય સિંગ” .. (IIT બાબા) ની ચર્ચા કરે છે ત્યારે એમના એક ઇન્ટરવ્યૂમાં એ પોતાના માતા પિતા ના લગ્ન જીવનની વાત કરે છે ત્યારે લાગે કે એક બાળક કે જે મેહનત કરી એક મુકામ પર પહોંચ્યા હોય છતાં એની વાત કે એની માનિસક સ્થિતી ને સમજ્યા વગર માતા પિતા ફક્ત ઝગડા જ કરે ત્યારે એની પાસે ફક્ત એકજ રસ્તો હોય છે દુનિયા ના સર્વ શ્રેષ્ઠ માતા પિતા એટલે કે ઈશ્વર ના શરણ માં જાય છે અને તમામ અનુભાવો પછી એ પોતાને એક “વૈરાગી” બતાવે છે
એ ભક્તિ નાં માર્ગ મા જો એ માતા પિતા પણ જોડાય હોય તો વિચારો કેટલા સરસ સમાજનું નિર્માણ થાય.
કહેવાનો મતલબ એટલોજ છે કે તમારુ વિવાહિત જીવન ફક્ત તમે ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમે માતા પિતા ના બનો અને જો એ જવાબદારી ઉપાડવાની કે સારા માતા પિતા બનવાની તમારી ક્ષમતા ના હોય તો આવા સંબંધો ને ત્યાજ પુર્ણવિરામ આપો આ સમાજ વ્યવસ્થા સારી રીતે આગળ ચાલે અને એક સુંદર સમાજ રચાય એ જવાબદારી દરેક વિવાહિત યુગલની છે જોડે એની સાથે જોડાયેલી વ્યક્તિ,ઘર પરિવારની પણ છે
આવો આપણે સારા સમાજ ની રચના ન ભાગીદાર બનીએ
Leave a comment