હા, અમે ગુજરાતી!
ગુજરાતી હોવાનો ઘમંડ નહિં ગર્વ છે.
હા, અમે ગુજરાતી!
જેને ધૂળનો ય ખપ પડે
અને જે માટીને માં કહે
અમે ગુજરાતી જેને બધામાં રસ પડે.
જે ટોળા વચ્ચે ના જાય પણ,
એ જ્યાં જાય ત્યાં ટોળું થાય.
હાય, હેલ્લો નહિં, કેમ છો કહેવાય,
મજામાં!થી શરૂ થાય અને પછી,
સબંધમાં મોજ મોજ જ વર્તાય.
આંટી, અંકલ નહિં માસી, કાકા, મામા, ફોઈ કહેવાય,
દુનિયાના કોઈ પણ ખૂણે જાય એ તરત ઓળખાય.
હાંડવો, ઢોકળા અને થેપલાથી જ તે ધરાય, પણ હા,
પિત્ઝા, પાસ્તા અને ચાઈનીઝ કશામાં બાકી ના રહી જાય.
મોટી પદવી મેળવી લે, નામના કમાય કે ચાંદ પર પહોંચી જાય,
પણ પગ હંમેશા ધરતી પર રહે અને જે દિલથી ગુજરાતી કહેવાય.
હા, અમે ગુજરાતી!
બસ એ ગર્વની ભાવના હૃદયમાં અમર થઈ જાય.
આભાર 🙏🏻
તન્વી શુક્લ
Leave a comment