માએ આપ્યો જન્મ અને મળ્યો માતૃભાષાનો વારસો
કમળના “ક”થી કર્તવ્યનાં “ક” સુધીનો જડી ગયો રસ્તો .
ખલનાં “ખ” થી ખીલી ગઈ અને ચકલીનાં “ચ”થી ચિતરાઈ ગઈ ભાષા મારી જીભે,
સુખ, દુઃખ, ગુસ્સો કે લાગણી બધી જ તરસ એનાંથી જ છીપે .
મા, મા…મ, ભૂ… થી ભરીને ઉડાન ગોઠવાઈ બારાક્ષરી મારી સ્લેટે.
દેશમાં હોવ કે વિદેશમાં માતૃભાષા સદાય મારી પ્લેટે.
“રેશમ” લગાવ એવો થઈ ગયો છે માતૃભાષા સાથે ,
માવતર સહિત માતૃભાષાનું ઋણ રહેશે સદા માથે.
––––––––––
રેશ્મા પટેલ “રેશમ”
સુરત
Leave a comment