આજનાં માતૃભાષા દિવસ નિમિત્તે મારી એક કવિતા

મારી માતૃભાષા

શબ્દોમાં વહેતી રહી છે મારી માતૃભાષા ગુજરાતી.
છંદ ને અલંકારમાં રચાઈ મારી
માતૃભાષા ગુજરાતી.

ગઝલમાં રદીફ કાફિયા મારી
માતૃભાષા ગુજરાતી,
કવિતા,દોહા, વાર્તામાં મારી
માતૃભાષા ગુજરાતી.

નર્મદ, પ્રેમાનંદ, દયારામે લખી
માતૃભાષા ગુજરાતી,
નાનાલાલ,મુનશી, ઉમાશંકરે
ગાઈ માતૃભાષા ગુજરાતી.

દેશ વિદેશમાં પ્રચલિત મારી
માતૃભાષા ગુજરાતી.
આવો આજ ઉજવીએ દિન
માતૃભાષા ગુજરાતી.

પલ્લવી જોષી.સરિતા

Leave a comment