વિશ્વ માતૃભાષા દિવસ

ભાષા મારી ગુજરાતી છે ખાસ, તે કાયમ રહે મુજ  પાસ,
જીવી ના શકું તેનાં વગર કેમકે તે મારો છે શ્વાસ,
બાકી બધી ભાષા તો મારાં માટે છે ઉચ્છવાસ.
જ્યાં વસે ગુજરાતી ત્યાં મારો છે આવાસ.
બચત મુકે કાયમ બાજુ માં જ્યારે પુરો થાય છે માસ,                                    

જબાન રહે છે મીઠી કેમકે ફાફડાં-જલેબી રહે છે કાયમ તેની આસપાસ,
ખોટો રુપિયો ન એક ખર્ચે,સાચાં રુપિયા સો ખર્ચે  બિન્દાસ,
ના બનાવે કોઈને દાસ કે ન બને તે કોઈનો દાસ,
ચાલે કાયમ જમીન પર, ઊડે કદી ન હવામાં, ગરીબ છે કે તવંગર ના આવવાં દે આભાસ. 

           
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment