શીર્ષક:- સૌ કોઈ મારાં ગુરુ છે.

હું આટલો ભણ્યો નથી, કે હું લોકોને પારખી શકું,
માણસને પારખવાનું શીખવાડતી, કોઈ યુનિવર્સિટી નથી.

સૌ કોઈને હું મારાં બાંધવો સમજી છેતરાતો રહ્યોં છું.!!
સબંધમાં થાય છે બધાં મારાં સગાં સબંધી સ્નેહી જનો.!!

જાંણી જોઈને છેતરાવવાનો, પણ આનંદ કાંઈ ઓર છે,
એકવાર તમે પણ, છેતરાવવાનું આનંદ માણી જોજો…

મજા મજા જ છે છેતરાવવાનો આ દુનિયામાં,
છે સૌ કોઈ ચતુર સુજાન આ દુનિયામાં માનવી આજે…

સ્મિત માં છે મુસ્કાન વાતમાં છે મીઠાશ દિમાગમાં છે કાંઈ ઓર ચાલતું..!!
સમય જોઈ ચિત ચોરી લે તમારું, ખંખેરીને સામે ન જુએ પાછાં વળી..!!

છે દુનિયા આ છેતરપિંડી, ચિતચોર કરવા વાળી… પિંડદાન થી પણ ન ભાગે..!!
નાં છોડે એ કોઈને સ્વાર્થમાં ,તો તમારો સંગો એ શું થવાનો છે..!?

નથી કોઈ એની નિશાની, કે એ ચીટર છે.!!
નથી કોઈ નિશાની કે,એનો અલગ ચહેરો છે.

ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’ (ઉદયપુર)
– Spiritual writer
Email ID utsav.writer@gmail.com

Leave a comment