હવે નથી
ક્યારેક હતું મારું તું એ હવે નથી,
રસ્તો મારો રોકે એ હવે નથી.
બસ, તને જોવું સપનામાં તું હવે નથી,
જીવવાનું મન થાય છે એ હવે નથી.
તારી યાદમાં રહેવું છે પણ તું હવે નથી,
તને રોજ મળવાનું મન થાય એ હવે નથી.
ઝાકળ વર્ષે નૈનોમાં તું હવે નથી,
ઝાંખી ઝાંખી લાગણી વેરુ એ હવે નથી.
રહેવું છે તારી સાથે પણ તું હવે નથી,
ના,ભૂલી જાવ એવી યાદમાં તું હવે નથી.
અવિરત લાગણીની ઝંખના પણ તું હવે નથી,
તારો સાથ પામી શકું એવું હવે નથી.
જયશ્રી વાઘેલા (મુંબઈ)
Leave a comment