આશ્રય…


આશ્રયનો અર્થ “સંપૂર્ણ”શરણાગતિ આશ્રય શબ્દ ઘણો ગૂઢ હોવા છતાં, નિરંતર સાવ સીધું છે એટલે શ્રી પ્રભુના ચરણારવિંદ આપણું સર્વસ્વ સોંપવું, એહિક, દૈહીક, પાર લૌકિક, અશક્ય, શુંશક્ય સઘળું જ ભગવાન માં સમર્પણ કરવું, બાકી સમર્પણમાં દીનતાનો ભાવ હોવો જોઈએ પ્રાય: હૃદયને સંપૂર્ણ એક નામ ચરણમાં રાખવું બીજા કોઈની પ્રાર્થના કે પૂજા ઈચ્છાની પૂરતી માટે પોતે એક પ્રભુનો આશ્રય ના ભૂલવું આપણે આપણા વિવેક, ધૈર્ય અને આશ્રયની રક્ષા સતત કરવી, અન્ય આશ્રયને તજવું ભગવાનને મેળવવાનો સહજ ઉપાય એકમાત્ર આશ્રય છે. ચિત્તમાં સતત ભગવત પ્રેમ સંપાદન થવું પ્રભુ ઉપર સંપૂર્ણ ભરોસો રાખવો જ્યારે ભગવત વાર્તા પૂર્ણ થયા પછી સૂરદાસજી નું આશ્રયનું પદ વિશેષ અલૌકિક અનુભૂતિ આપે છે
દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો! દ્રઢ ઇન…..
શ્રીવલ્લભ નખચંદ્રા છટા બિન,
સબ જગમેં જું અંધેરો|૧||
સાધન ઓર નહીં યા કલિમેં,
જાસોં હોત નિવેરો|
‘સૂર’ કહા કહે દ્વિવિધ આંધરો,
બિના મોલકો ચહેરો||૨||
શરણાગત સદા સર્વદા રક્ષણ કરવું તે જે ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખોવો.

જયશ્રી વાઘેલા

Leave a comment