શીર્ષક: .. પિયુ

ક્યારેક પાસે તો ક્યારેક દૂર છે,
આ પિયુ પણ જોને કેટલો નિષ્ઠુર છે.

માંગુ સમય મળવાનો તો આપે વાયદો,
કામકાજમાં એ બહુ મશગુલ છે.
આ પિયુ પણ જોને કેટલો નિષ્ઠુર છે.

વાતો કરવા માટે એ કાયમ કારણ શોધે,
ને હું, વગર કારણ પણ વાતો કરું એની જોડે.
એના એક-એક શબ્દે હોય પૂર્ણવિરામ,
મારું તો અલ્પવિરામ પણ એની દરેક વાતે.
મારો પિયુ પણ જોને કેટલો નિષ્ઠુર છે.

રિસાઈને પણ શું કરું? એને તો મનાવતા પણ ના આવડે,
પણ તોય લાગે મારામાં એનું હોવું દરેક શ્વાસે.
ને એનું એમજ મારી સામે જોઈ ને મલકાવવું,
અને કહેવું, “તું મારા જીવનનો આધાર છે.”
મારો પિયુ પણ જોને કેટલો નિષ્ઠુર છે.

– લેખિકા: સુચી રાવલ

One response to “પિયુ – સુચી રાવલ”

  1. Caleb Cheruiyot Avatar

Leave a comment