નવલિકા ~ મયુરાગ ( ભાગ – 3 )
જયારે કંઈક સારુ થવાનું હોય છે ત્યારે સામે આવતી દરેક વ્યક્તિ અને સંજોગ બંન્ને પર વિશ્વાસ આવવા લાગે છે. રાગીણી સાથે પણ કંઈક આવું જ બની રહ્યું હતું. પોતે માત્ર ગુંડાઓથી બચવા માટે મયુરની મદદ માંગી હતી પરંતુ મયુરે તો વગર માંગ્યે બહુ મોટી મદદ કરી દીધી હતી. રાગીણી દાદી આપેલા કપડાં પહેરીને ઈન્ટરવ્યૂ આપવા જવા માટે તૈયાર થઈ ગઈ.રાગીણી તું આટલી જલ્દી ઊઠી ગઈ? કે ઊંઘ જ નથી આવી?દાદી બંન્ને…. પણ તમે આટલી સવારે!? પૂજા માટે જાઓ છો?હા બેટાં! તું પણ ચાલ.દાદી વસંતબેન અને રાગીણી ઘરનાં પૂજા રૂમમાં આવ્યા અને પૂરુ મંદિર સાફ કરીને શણગારી દીધું. ધીમે ધીમે કરતા પરિવારનાં અન્ય સભ્ય પણ આવ્યા. આરતી સમયે પૂરો પરિવાર હાજર હતો. આરતી પૂર્ણ થતાં જ બધા વિખેરાઈ ગયા અને પોતપોતાને કામે લાગી ગયા. ફરીથી બ્રેકફાસ્ટ માટે ડાઇનિંગ ટેબલ ભરાઈ ગયુ અને ફરીથી એ જ હાલ…. એટલેકે, બધા ખપ પુરતી જ વાતો કરતા અને કામ માટે જ ભેગાં થતાં. એ પણ દાદીએ બનાવેલાં નિયમને લીધે દિવસમાં ત્રણ ટાઈમ તો બધા મળતાં જ.
દાદીએ ડાઇનિંગ ટેબલ ઉપર રાગીણીની ઓળખાણ કરાવી. અને કહ્યું કે તે પોતાની એક સહેલીની પૌત્રી છે અને અહીં નોકરી માટે આવી છે. જેથી બીજી કોઈ ચર્ચા કરવાનો મોકો કોઈને ના રહે.
રાગીણી આ છે રશ્મિ મયુરની મોમ. આ છે તેનાં ભાઈ બહેનો સંજના, વિવેક અને સૌથી નાનો પણ બધાથી બુદ્ધિશાળી….અહહહ દાદી નોટ ઓન્લી બુદ્ધિશાળી બટ ઓલ્સો હેન્ડસમ, સ્માર્ટ એન્ડ ડ્યુડ, ક્યૂટ આરવ… આઈ એમ ઓન્લી 13 યર્સ ઓલ્ડ બટ બોલ્ડ એન્ડ કોલ્ડ….ઘરનાં બધા જ સભ્યો હસી પડ્યાં. રાગીણીને પણ આરવ બહુ ગમ્યો. પુરા ઘરમાં એ જ એક હતો જેની વાતો અને હાસ્ય જાણે ઘરને ઘર બનાવતી હતી. એ ના હોય તો ઘર જાણે વેરાન વગડા સમાન ભાસતું….. રાગીણીને જોઈને રશ્મિ અને સંજનાએ કંઈક ગુપચુપ વાતો કરી અને ધીમું હાસ્ય દાદી તરફ કરી વાતાવરણને સામાન્ય રાખવાનો પ્રયત્ન કર્યો….. અને બસ બ્રેકફાસ્ટ ટાઈમ ઑવર અને પાછા બધા પોતપોતાને કામે વળગ્યા.
આરવ…. યસ દીદી… હું… હું તમને દીદી કહી શકું ને??અફકોર્સ! પણ એક શરતે હું જ્યાં સુધી અહીં રહું તારે મારી સાથે દિવસનો અડધો કલાક તો સ્પેન્ડ કરવો પડશે.ઓકે!ઓકે તો લો ચોકલેટ!ઓકે તો અત્યારે તો મારે સ્કૂલ છે તો જવું પડશે. ફરી મળીએ… બાય દીદી કમ ન્યુ ફ્રેન્ડ…રાગીણી બાય કહીને રડી પડી.આરવ છે જ એવો હાજર હોય તો હસાવી દે અને ગેરહાજરીમાં રડાવી દે…. મયુર આવ્યો.
ઓહ સૉરી! સાચું કહ્યું. મારો આયુષ… અહ્… મારો નાનો ભાઈ એ પણ લગભગ આરવની જ ઉંમરનો છે અને આરવ જેવો જ ખુશમિજાજ. અત્યારે જો મારું ઘરમાં નહિં હોવાનું કોઈને ખરેખર દુઃખ હશે તો એ એકમાત્ર આયુષને…. મને પણ એની યાદ આવી ગઈ…. છોડો. તમે કંઈ કહેતાં હતાં..
હા, ઈન્ટરવ્યૂ માટે રેડી?…હા બિલકુલ..
ઓકે તો ચાલો અને હા તમારો સામાન સાંજ સુધીમાં આવી જશે.
સૉરી કહું કે થેંક્યુ કંઈ જ સમજાતું નથી.
બંન્નેમાંથી એક પણ નહિં. મારે એક્ચુઅલી એક મિટિંગ છે તો જરા જલ્દી જવું પડશે. પણ તમે વિવેક સાથે બીજી કારમાં આવો. મેં એની સાથે વાત કરી લીધી છે. તો ઓફિસમાં મળીએ…ઓકે બાય.
રાગીણી રૂમમાં જવા માટે વળી તો સંજના ઉભી હતી…. એને જોઈને ના જોયું હોય તેમ કરવાં લાગી. રાગીણીના બોલાવા છતાં કંઈ બોલી નહિં……. દાદરા ચડતા જ રશ્મિ સામે મળી…… હેલ્લો આંટી!હાય! સૉરી મારે જરા લેટ થાય છે. એક્સ્કયૂઝ મી! કહીને રશ્મિ પણ મોઢું બગાડીને ચાલવા લાગી.
અરે! જબરો એટીટ્યુડ છે બંન્ને માં દીકરીમાં. વિશ્વાસ જ નથી થતો કે મયુર આમના દીકરા અને ભાઈ છે કે કેમ ? હશે! હું બહુ ઇન્ટરફીયર ના કરી શકું. કહીને રાગીણી રૂમમાં આવી.
દાદી મને આશીર્વાદ આપો.મારા આશીર્વાદ તારી સાથે જ છે.
દાદી….અરે વિવેક બેટાં! આવ ને.ભાઈએ કહ્યું હતું કે રાગીણી મારી સાથે આવશે તો…હા હું રેડી છું. ચાલો….રાગીણી અને વિવેક કારમાં ‘ કપૂર આઇકોન ‘ પહોંચ્યા. રસ્તામાં ઘણી વાતો થઈ અને ફાઈનલી કંપની આવી ગઈ. જેવી કંપનીમાં રાગીણીને કામ કરવાનું સપનું હતું તેવી જ હુબહુ કંપની આજે વગર સંઘર્ષ કર્યે તેની સામે હતી. તેને વિશ્વાસ નહોતો આવતો કે એ સપનું નથી જોઈ રહી.કંપનીમાં રાગીણીનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો અને ઓફર લેટર પણ મળી ગયો. રાગીણી પણ મહેનત કરવાં અને અનુભવ મેળવવા તૈયાર હતી. પર્સમાંથી ગણપતિ અને પોતાનાં પિતાનો ફોટો કાઢીને તેમને વંદી રહી અને મનોમન બોલી કે તમારાં આશીર્વાદ વગર આ શક્ય ના બનત. હું જાણું છું કે તમે મારી સાથે જ છો અને એટલે જ મારું ખરાબ ક્યારેય નહિં થાય. બહુ સારાં ફેમિલી અને માણસો સાથે મારો ભેટો થયો છે અને આજે કપૂર આઇકોનના રૂપમાં એક નવો પરિવાર મને મળ્યો છે. પૂરો સ્ટાફ એક કુટુંબની જેમ એકબીજા સાથે વર્તે છે. મયુર સર જેટલાં ફેમિલી મેન છે એટલાજ પોતાનાં કામ માટે સિરિયસ અને એક્ટિવ છે. ઘરથી દૂર છું પણ ખુશ છું.
ક્ર્મશ:
તન્વી શુક્લ
આભાર 🙏🏻
Leave a comment