શું કામની…..?

શમણાં વગરની એવી રાત શું કામની?
દે લમણાંમાં ડામ તેવી નાત શું કામની?
રાખે ભ્રમણામાં પુરું જીવન એવી જાત શું કામની?
હોય જાડી ચામડીનાં ને લાગવાં નાજૂક ને નમણાં પાડે એવી ભાત શું કામની?
મેં પાણી પીધાં છે ઘાટ ધાટનાં તેમ બોલે ને પાછળથી પડે લાત એ શું કામની? આવે ના ઉંઘ પુરી રાત એવી ખાટ શું કામની?
નાની નાની બાબતમાં એકબીજાંથી પડે ફાટ એ શું કામની?
મારાં વિચાર પ્રમાણે હું જીવું ને તારાં વિચાર પ્રમાણે તું જીવ તેવી વાત તું ના માને તે શું કામની?
સાત ફેરાં ફરી સુહાગન થઈ સાસરે આવી ને રોજ કરે પિયર ની વાત શું કામની?


જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment