નવલિકા ~ મયુરાગ ( ભાગ – 4 )
” દો જહાંકી આજ ખુશિયાં હોં ગઈ હાંસીલ મુજે ” જેવી રમણીય અને ખુશનુમા હાલત રાગીણીના મનની હતી. ઓફર લેટર લઈને સીધી દોડતી દાદીના રૂમમાં પહોંચી. દાદીનો હાથ પકડીને પૂજા રૂમમાં લઈ આવી. ઓફર લેટર અને મીઠાઈ ભગવાનને ધરાવ્યા અને આશીર્વાદ લઈને દાદીને મોં મીઠું કરાવ્યું.મને વિશ્વાસ જ હતો કે તું અમારી પરીક્ષામાં પાસ એટલે દરેકની પરીક્ષામાં પાસ જ હોય.દાદી મારો સામાન પણ આવી ગયો. દાદી તમે રૂમમાં બેસો હું બધાંનું મોંઢું મીઠું કરાવી આવું.પણ બેટાં…. સારુ જા તારું મન છે તો મીઠાઈ આપતી આવ હું રૂમમાં તારી રાહ જોઉં છું.રાગીણી ખુશમાં મીઠાઈનું બોક્સ લઈને રશ્મિનાં રૂમમાં પહોંચી. કંઈક અવાજ આવતાં અટકી…..મોમ, દાદી આપણી સામે ખોટું બોલ્યા. એ છોકરી રાત્રે મયુર સાથે ઘરમાં આવી છે. નક્કી દાળમાં કંઈક કાળું છે.દાળમાં કાળું હોય કે આખી દાળ કાળી હોય પણ મયુર મને પૂછ્યા વગર પાણી સુદ્ધા નહિં પીવે એની મને પુરી જાણ છે.મોમ, પણ મને અહીં પાણી માથા ઉપરથી વહી જતુ લાગે છે.
એટલે? સંજુ, તું કહેવા શું માંગે છે? કોણ છે એ છોકરી??એ જ તો પ્રશ્ન છે મોમ?? અને શક તો મને કાલે હતો જ પણ ન્યુઝપેપરના ન્યુઝે તેનો ઉકેલ આપી દીધો.આ જો ગઈ કાલ રાત્રે સાડા દશ વાગ્યાનો ફોટો. હવે સમજાયું કંઈ? કેવી ચીપકી રહી છે ભાઈને….મોમ મને તો લાગે છે તારો કહ્યાગરો દીકરો હાથમાંથી નીકળી ગયો. ક્યાંક એ છોકરી તેની ગર્લફ્રેન્ડ…..નહિં નહિં…. કોઈ કાળે નહિં.પણ મોમ ભાઈએ કાલે કમિટમેન્ટ પણ આપ્યું હતું કે આ છોકરી તેની ગર્લફ્રેન્ડ છે અને બહુ જલ્દી તેની ફિયાન્સી બનવાની છે.મયુરના કોઈ પણ કમિટમેન્ટ મારી સહી વગર એપ્રુવ થાય જ નહિં. મયુરના લગ્ન થશે તો મારી જ મરજીથી એ પણ સીધી સાદી અને મારા ઈશારે નાચે એવી જ છોકરી સાથે…… આર્કીટેકટ તો એ ના જ હોવી જોઈએ. ઘરમાં તો હું સંભાળી લઈશ પણ કંપનીમાં એનો પગપેસારો ના એટલે ના જ જોઈએ.પણ મોમ કોઈ જયારે પ્રેમમાં પડે ને ત્યારે…..ત્યારે શું??? સંજુ, તારા પપ્પાને પણ મેં આ જ પ્રેમના વશીકરણથી વશ કરેલાં હતાં અને એ જ જાદુ મેં એમનાં દીકરા પર ચલાવ્યો છે. તેની માતાના મૃત્યુ પછી મને જ તો એ માં ગણે છે. હા, એ વાત અલગ છે કે મેં એને કદી દિલથી પોતાનો દીકરો માન્યો જ નથી. પણ એની સામે કદી આ વાત જતાવી પણ નથી કે હું એની સાવકી માં છું. કેમકે, મી. કપૂરે એટલે કે તારા પપ્પાએ મારાંથી એક વાત મર્યા ત્યાં સુધી છુપાવી રાખી કે એમણે પુરી કંપની, આ ઘર, બીજી જમીન જાયદાત બધું મયુર અને તેની ભાવી પત્નિના નામે કર્યું. જ્યાં સુધી તેનાં લગ્ન ના થાય ત્યાં સુધી એ કોઈ પણ મિલકત કોઈનાં નામે પણ ના કરી શકે. નહીંતર તો ક્યારનો તેને સંકજામાં લઈને બધા કાગળ પર સહી કરાવીને બંન્ને દાદી અને પૌત્રને ઘરનો દરવાજો દેખાડી દીધો હોત. પણ ના મારે મજબૂરીમાં આવીને એક આદર્શ વહુ અને માતાનું પાત્ર તથા ફરજ બજાવવા પડે છે.
વાહ મોમ! યુ ગ્રેટ! હવે તું એક કામ કર ભાઈ માટે કોઈ સરસ છોકરી શોધી નાંખ જેથી ભાઈ કોઈ પગલું ભરે એ પહેલાં દાવ મારી દેવાય.હા વાત તો તારી સાચી છે. ખરી…. ખરી તું મારી દિકરી.( બંન્ને માં દિકરી ખડખડાટ હસવા લાગ્યાં.)આ બધી જ વાત રૂમની બહાર ઉભેલી રાગીણી સાંભળી રહી હતી. રાગીણી અસંમજસમાં મુકાઈ ગઈ કે હવે શું કરવું? કેવી રીતે મયુરની મદદ કરવી? પોતાની જેમ મયુરના જીવનમાં પણ એક માં ના રૂપમાં નાગણ બિરાજમાન છે જે ગમે ત્યારે તેને ડંખ મારી શકે છે……ના ના હું એવું બિલકુલ નહિં થવાં દઉં. મયુર અને દાદીના મારા પર બહુ ઉપકાર છે. હું તેમને મુસીબતમાંથી બચાવવા મારાંથી બનતા બધા પ્રયત્ન કરીશ પછી એના માટે મારે કંઈ પણ કેમ ના કરવું પડે? હું ગમે તે કરીશ પણ એની સાવકી માં રશ્મિને તેનાં ઈરાદામાં સફળ નહિં જ થવાં દઉં. આ મારુ પોતાનું જ પોતાને વચન છે.
ક્ર્મશ:
તન્વી શુક્લ
આભાર 🙏🏻
Leave a comment